લખનઉ : મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારીએ આદેશમાં કહ્યું છે કે, તમામ વિભાગીય કચેરીના અધ્યક્ષ કચેરીઓ ખોલવાની વ્યવસ્થા કરશે તેમજ ઓફિસમાં હાજર રહેશે. તમામ સરકારી કચેરીઓમાં કાર્ય દિવસોમાં 50 % કર્મચારીઓની દૈનિક હાજરી રહેશે.
આ માટે વિભાગના અધ્યક્ષ અને કાર્યાલયના અધ્યક્ષ રોસ્ટર નક્કી કરશે. આમ, વિભાગીય અધ્યક્ષ અને કાર્યાલય અધ્યક્ષ કર્મચારીઓનું રોસ્ટર એવી રીતે બનાવે કે, જેમાં કર્મચારી અલ્ટરનેટ ઓફિસ આવી શકે. તેમજ તેના સત્તાવાર કાર્યમાં કોઈ વિક્ષેપ ન આવે. કાર્યાલયમાં સોશિયલ ડિસ્ટન્સનું અને અન્ય સુરક્ષાની પણ કાળજી રાખે. આ સાથે દરેક કર્મચારીએ તેમના મોબાઇલમાં આરોગ્ય એપનો ઉપયોગ કરવો.
મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ કચેરીમાં આવતા કર્મચારીઓ માટે ત્રણ શિફ્ટમાં સમય ફાળવવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં પહેલી પાળી સવારે 9: 00 થી સાંજના : 5:00 સુધી અને બીજી પાળી સવારે 10:00 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. તેમજ ત્રીજી પાળી સવારે 11:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી સુનિશ્ચિત કરવામાં આવી છે.
રાજેન્દ્રકુમાર તિવારીએ તેના આદેશમાં જણાવ્યું છે કે, રોસ્ટર મુજબ, ઘરેથી કામ કરતા કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન તેમના મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓફિસના સંપર્કમાં રહેશે, અને જો જરૂર પડશે તો તેઓને પણ ઓફિસમાં બોલાવવામાં આવશે. આ ઉપરાંત સંક્રમણથી પ્રભાવિત હોટસ્પોટ સ્થળોએ કચેરીઓ બંધ કરવા અંગે જિલ્લા વહીવટીતંત્ર તેની કક્ષાએથી એક અલગ નિર્ણય લેશે.