પ્રદેશમાં ભાજપ કાર્યાલય સ્થિત આયોજીત એક કાર્યક્રમમાં જેએમએમ ધારાસભ્ય કૃણાલ ષાડંગી, જેપી પટેલ, કોંગ્રેસના સુખદેવ ભગત, મનોજ યાદવ અને નૌજવાન સંઘર્ષ મોર્ચાના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીએ ભાજપની સદસ્યતા ધારણ કરી હતી. આ સાથે રાજ્યના પૂર્વ ડીજીપી ડીકે પાંડેય અને બે પૂર્વ આઈએએસ અધિકારી આરપી સિન્હા અને સુચિત્રા સિન્હા ભાજપમાં જોડાયા છે.
મુખ્યપ્રધાન રઘુવર દાસની હાજરીમાં થયેલા આ મિલન સમારંભમાં તમામ લોકોએ પાર્ટીના રાષ્ટ્રવાદ અને વિકાસની નીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અવસરે મુખ્યપ્રધાને કહ્યું કે, તમામ લોકોએ પોતાના વિસ્તાર અને રાજ્યના વિકાસમાં માટે ભાજપમાં જોડાયા છે.