કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મનીષ શુક્લાની ઉત્તરી 4 પરગના જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આ મામલે સીબીઆઇની માંગ કરી છે.
ભાજપ નેતૃત્વ આ સમગ્ર ઘટના માટે તૃણમૃલ કોંગ્રેસને દોષી માની રહ્યું છે, પરંતુ સત્તારુઢ દળે આ સમગ્ર વાતને નકારી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, આ એક શર્મનાક ઘટના છે.અમને સ્થાનિક પોલીસ પર ભરોસો નથી. કારણ કે, આ ઘટના પોલીસ સ્ટેશનની સામે બની છે. અમે સીબીઆઈની માંગ કરીયે છીએ.
ભાજપ સાંસદ અર્જુન સિંહે પણ શુક્લાની હત્યા માટે ટીએમસીને જવાબદાર ગણાવી છે. શુક્લા ગત્ત વર્ષથી ભાજપમાં સામેલ થયા હતા. ટીએમસીના વરિષ્ઠ નેતા નિર્મલ ઘોષે કહ્યું કે, આ ઘટના ભાજપનું પરિણામ છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે સમગ્ર કેસ અંગે તપાસ શરુ કરી છે.