ETV Bharat / bharat

ભ્રષ્ટાચાર વિરોધી સોગંદનામાંઓ - વિદર્ભ સિંચાઈ વિકાસ નિગમ

ન્યૂઝ ડેસ્ક: કોઈ પણ દૃષ્ટિકોણથી જુઓ, વર્તમાન રાજકારણ કૌભાંડોથી ઘેરાયેલું છે. દુઃખની વાત એ છે કે રાજકારણીઓ જ્યારે બંધારણ અને કાયદા મુજબ તેમની જવાબદારીઓ ભય કે પક્ષપાત વગર, રાગદ્વેષ વગર પૂર્ણ કરવાના સોગંદ હેઠળ પ્રતિજ્ઞા કરે છે તેમાં સત્યનો એક અંશ પણ નથી હોતો. ન તો તેમના નિયંત્રણ હેઠળ કામ કરતા ભ્રષ્ટાચાર વિરોધી વિભાગો દ્વારા ન્યાયાલયોને જે સોગંદનામાં સોંપાય છે તેમાં કોઈ સત્યનો અંશ હોય છે. ‘કન્યાશુલકમ્’નું પ્રસિદ્ધ પાત્ર ગિરિશમ કહે છે, “એ વ્યક્તિ રાજકારણી નથી જે તેનાં મંતવ્યો પ્રસંગો સાથે ન બદલે.” મહારાષ્ટ્રના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે રાજકીય સાહેબો સાથે મિલાપીપણામાં તેનાં નિવેદનો અનુકૂળ રીતે બદલવામાં ખરેખર ગિરીશમ્ ને અનુસર્યો છે.

ETV BHARAT
ભ્રષ્ટાચાર વિરોધી સોગંદનામાંઓ
author img

By

Published : Jan 4, 2020, 5:39 PM IST

પાણીની પરિયોજનાના કરારો આપવામાં રૂપિયા 70,000 કરોડનું કૌભાંડ થયું હતું તેવા ગંભીર આક્ષેપોની પૃષ્ઠભૂમિમાં, બૉમ્બે હાઇ કૉર્ટે આ કૌભાંડમાં અજિત પવારની કઈ હદે સંડોવણી છે તે તપાસ કરવા એસીબીને આદેશ આપ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં હાઇ કૉર્ટની નાગપુર બૅન્ચને સોંપાયેલા તેના સોગંદનામામાં એસીબીના મહા નિદેશકે કહ્યું, “મહારાષ્ટ્ર સરકારના સામાન્ય પ્રશાસન નિયમોના પેટા નિયમ X મુજબ, તત્કાલીન કોંગ્રેસ-NCP સરકારોમાં જળ સંસાધનના પ્રધાન તરીકે લાંબો સમય કામ કરનારા પ્રધાન તે વિભાગમાં તમામ ગેરરીતિઓમાં એક માત્ર જવાબદાર છે. જ્યારે અજિત પવાર કહેતા રહ્યા કે તમામ નિયમનો અને પ્રક્રિયાઓ યોગ્ય રીતે પૂરાં થાય તે જોવાની જવાબદારી સચિવો અને કાર્યકારી નિદેશકોની છે, ત્યારે ACBએ ન્યાયાલયને કહ્યું કે તેમણે કરારો આપવા અને ઍડવાન્સ ચુકવણી સંબંધી તમામ ફાઇલો પર સહી કરી છે. પરિણામે, તેણે નિવેદન કર્યું કે ‘કૌભાંડ અને સરકારને ભારે નુકસાની માટે જવાબદાર એવા તમામ નિયમો અને નિયમનોની ઓથ લઈને બીજા પર દોષ ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ ACBએ તેના સોગંદનામામાં સ્પષ્ટ કર્યું કે સરકારની સાથે છળ કરી લૂટવાનું આ જળ સંસાધન મંત્રાલયની અંદર ષડયંત્ર છે. જુઓ કે ACBએ બરાબર એક જ વર્ષમાં તેનો મત કેવો બદલી નાખ્યો!

ACBનું પ્રતિનિધિત્વ કરતા SPએ હાઇ કોર્ટને તેના 16 પાનાંના સોગંદનામામાં કહ્યું, ‘જળ સંસાધન મતંરી વિદર્ભ સિંચાઈ વિકાસ નિગમના અધ્યક્ષ છે, પરંતુ તેમને કાર્યકારી સમિતિએ કરેલી ભૂલો માટે જવાબદાર ગણી શકાય નહીં…ગેરરીતિઓ પર નજર રાખવાની જવાબદારી તેમની નથી.’ કરાર આપવામાં અજિત પવારની સંડોવણીની પુષ્ટિ કરનાર ACBએ સગવડિયા રીતે તેનું વલણ બદલી નાખ્યું અને આરોપ લગાવ્યો કે તમામ ગેરરીતિઓ માટે સિંચાઈ મુખ્ય સચિવ અને નિગમના કાર્યકારી નિદેશક જવાબદાર છે. તેની દલીલના સમર્થનમાં, એમ કહેવાયું કે એવો કોઈ નોંધાયેલો પુરાવો નથી કે જળ સંસાધન મંત્રાલયના સચિવે અજિત પવારને ઊંચા ભાવો લગાવનાર ટૅન્ડર નહીં સ્વીકારવા સલાહ આપી હોય. વિદર્ભ સિંચાઈ વિકાસ નિગમ હેઠળ 45 પરિયોજનાઓ માટે 2,654 ટૅન્ડરોની ACB તપાસ કરી રહ્યું છે. તે આ સિંચાઈ પરિયોજનાઓ પૈકી 32ના સંદર્ભમાં એવા આક્ષેપોની તપાસ કરી રહ્યો છે જેણે 17,700 કરોડ ઉપરાંતનો વધારાનો ખર્ચ કર્યો છે. એ માનવું અઘરું છે કે નવેમ્બર 2018થી આ વર્ષ સુધીમાં તપાસમાં આ બધાં નવાં તારણો છે. ACBના વલણમાં બદલાવ માટેનું કારણ બહુ અઘરું નથી.જો તે જાણતો હોય કે વિભાગો જરૂરિયાત પ્રમાણે તેના રંગો બદલવામાં અને તે મુજબ સોગંદનામાં બદલવામાં કેટલા કુશળ છે!

ભારત જેવા લોકતાંત્રિક દેશ જ્યાં દર પાંચ વર્ષે સત્તા એક હાથમાંથી બીજા હાથમાં જાય છે ત્યાં તમામ ખાતાંઓ શાસકોની ઈચ્છા અને તરંગો મુજબ પોતાને અનુકૂળ કરવાનાં કૌશલ્યો મેળવી લેતાં હોય છે. દસ દિવસ પહેલાં સમાચાર બહાર આવ્યા હતા કે અજિત પવાર ભ્રષ્ટાચારના કેસોની જાળમાંથી બહાર નીકળી રહ્યા છે અને તે તેમના ફડનવીસની લઘુમતી સરકારને તેમના સમર્થનનું ઈનામ હતું. ત્યારે ACB તરત જ સ્પષ્ટતા કરવા ધસી ગયો કે તેણે સિંચાઈ વિભાગના માત્ર નવ કેસો જ બંધ કર્યા છે, જેનો અજિત પવાર સાથે કોઈ સંબંધ નથી. ગયા મહિનાની 27મીએ હાઇ કોર્ટમાં ACBએ દાખલ કરેલા સોગંદનામાને જોતાં એ સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્ર સરકારની ચોક્કસ જોગવાઈઓ મુજબ, પરિયોજનાઓ કથિત રીતે ખરાબ રીતે સંભાળવા માટે અજિત પવારની કોઈ જવાબદારી નથી. હવે એ અગત્યનું નથી કે બંધ કરાયેલા કેસો નવ હતા કે ઓગણીસ, વિવિધ અને તમામ પેટા નિયમોને ટાંકીને તમામ કેસોમાંથી અજિત પવારને રક્ષવાનો પ્રયાસ કરવામાં ACBનો ઉત્સાહ અને કઠોર પરિશ્રમ એ સૌથી ચિંતાજનક છે. આ બધું ફડનવીસ સરકારમાં અજિત પવાર ઉપ મુખ્ય પ્રધાન બન્યા તે પછીના બે દિવસમાં અને શિવ સેના, NCP અને કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવ્યું તેના એક દિવસ પહેલાં જ બન્યું હતું. માધ્યમોએ સપ્ટેમ્બર 2012માં જાહેર કરેલી હકીકતો મુજબ, જ્યારે અજિત પવાર સિંચાઈ પ્રધાન હતા ત્યારે સંબંધિત વિભાગના વાંધાઓને રદ્દ કરીને માત્ર ત્રણ જ મહિનાના ગાળામાં 32 પરિયોજનાઓને ઊંચા ભાવે અનુમતિ આપવામાં આવી હતી. 1200 મોટી અને મધ્યમ સ્તરની સિંચાઈ પરિયોજનાઓ પાછળ રૂપિયા 70,000 કરોડની રકમ ખર્ચાઈ હતી. લાભકર્તા વિસ્તારોમાં વૃદ્ધિ દર માત્ર એક જ ટકા હતો! તેમણે સિંચાઈ વિકાસ નિગમની ભલામણ વગર આઠ મહિનાના સમયગાળામાં રૂપિયા 20,000 કરોડની રકમ ઉદાર રીતે પરિયોજનાઓને ફાળવી દીધી. આ પ્રકારની ગેરરીતિઓ પર ઉઠેલા રાજકીય વંટોળના કારણે અજિત પવારની વર્ષ 2012માં હકાલપટ્ટી થઈ. વિપક્ષના નેતા ફડનવીસે કોંગ્રેસ અને NCPની સરકારે રચેલી વિશેષ તપાસ ટુકડીને 14,000 પાનાંના પુરાવા આપ્યા હતા. એવો આક્ષેપ છે કે નિગમની કાર્યકારી સમિતિની સાથે મળીને, તેમણે કમિશન માટે કૉન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડ્યો હતો. માધવ ચિતલેના નેતૃત્વમાં તપાસ ટુકડીએ હકીકતો રજૂ કરી હતી, પરંતુ તે વખતની સરકારે અજિત પવારને નિર્દોષ જાહેર કર્યા હતા. ફડનવીસ વર્ષ 2014માં મુખ્ય પ્રધાન બન્યા તેના થોડા જ મહિનાઓમાં કેસ ACBને સોંપાઈ ગયો હતો, છતાં તપાસ ચાર વર્ષ સુધી ખેંચાઈ અને જાહેર થયું કે અજિત પવાર ગેરરીતિઓ માટે જવાબદાર હતા…અને આશ્ચર્યજનક રીતે એ જ સંસ્થાએ તેનું વલણ ફેરવી તોળ્યું.

પૂણેના એક કૉન્ટ્રાક્ટરે વર્ષ 2014માં સરકારને લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગના તમામ લોકોને કમિશન ચુકવવાનું ફરજિયાત હતું પછી તે ક્લાર્ક હોય કે કાર્યકારી ઈજનેર, સુપરિટેન્ડિંગ ઇજનેર હોય કે નિર્દેશકો, સચિવ, અને અધ્યક્ષ અને આ લાંચનો હિસ્સો કુલ પરિયોજના ખર્ચના 22 ટકા સુધી હતો. આટલા હોબાળા અને ટીકા છતાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, પ્રવર્તન નિદેશાલય (ED), એન્ટી કરપ્શન બ્યુરો વગેરે જેવા કેન્દ્ર અને રાજ્ય સરકારી વિભાગો સત્તામાં રહેલા રાજકારણીઓના ઈશારા પ્રમાણે ચાલતા રહ્યા છે અને તેમની જવાબદારીઓમાં નિષ્ફળ જતા રહ્યા છે. આથી જ તેમનામાંથી લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા જતા રહ્યા છે.
-પર્વતમ મૂર્તિ

Intro:Body:

gfjj,

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.