ETV Bharat / bharat

વ્યવસ્થાના અભાવે 5 વર્ષીય બાળકીનું ભૂખના કારણે થયું મોત - લાતેહરમાં બાળકીનું ભૂખના કારણે થયું મોત

સરકાર ગરીબોને યોજનાનો લાભ પૂરા પાડવાનો દાવા કરી રહી છે, પરંતુ સત્ય એ છે કે આજે પણ આવા ઘણા ગરીબ લોકોને અનાજ નથી મળ્યું. ગરીબીમાં જીવન જીવતા મણિકા બ્લોકના હેસાતુ ગામનો રહેવાસી જુગલાલ ભુઇયાની 5 વર્ષીય બાળકીએ તંત્રની બેદરકારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતક બાળકીની માતાએ દાવો કર્યો છે કે, તેની પુત્રી ભૂખને લીધે મરી ગઈ છે, કારણ કે ખાવા માટે તેમની પાસે અનાજ નહોતું. જોકે, તંત્ર કહે છે કે બાળકનું મોત માંદગીના કારણે થયું છે.

વ્યવસ્થાના અભાવે 5 વર્ષીય બાળકીનું ભૂખના કારણે થયું મોત

author img

By

Published : May 17, 2020, 5:20 PM IST

લાતેહાર: હિસાતુ ગામનો રહેવાસી જુગલાલ ભુઇયાને 8 બાળકો છે. જોકે લોકડાઉન પહેલા જ તે તેના બે બાળકો સાથે લાતેહારમાં ચલાલતા એક ભઠ્ઠામાં કામ કરવા માટે ગયો હતો. તેની પત્ની અને પાંચ નાના બાળકો ઘરમાં રહેતા હતા, આ પરિવાર પાસે રેશનકાર્ડ પણ નહોતું. આ સ્થિતિમાં, આખા પરિવારને અનાજ ન મળ્યું. આ જટિલ પરિસ્થિતિમાં જુગલાલના પરિવારને ન તો કોઇ તેમને ખોરાક આપવામાં આવ્યો ન તો વેપારી અથવા વહીવટી તંત્ર મદદ માટે આગળ આવ્યું. આજુબાજુના લોકોની મદદ લઇને આખા પરિવાર ખોરાક મળ્તું હતું.

જુગલાલની પત્ની મંતિએ જણાવ્યું હતું કે, ઘરમાં અનાજની અછત હોવાને કારણે 2 દિવસ સુધી ઘરમાં જમવાનું ન બન્યું. જેના કારણે બાળકોને પણ ભૂખ લાગતી હતી તો હું તેમને કંઇ ખાવા માટે પણ ન આપી શકી. તે દરમિયાન તેની 5 વર્ષની પુત્રી નિમ્મીની તબિયત લથડતાં તેનું મોત નીપજ્યું હતું. તેણે કહ્યું કે જ્યારે આસપાસના લોકો કંઇક આપે ત્યારે તેમના ઘરમાં જમવાનું બન્તું હતું.

અહીં મૃતકના પિતા જુગલાલે જણાવ્યું હતું કે, તે ભઠ્ઠામાં કામ કરવા ગયો હતો, પરંતુ ત્યાં પણ ઘણા દિવસોથી વેતન મળ્યું ન હતું. લોક ડાઉન હોવાને કારણે ઘર આવી શક્યો નહીં. જ્યારે તેને બાળકના મોતનો સમાચાર મળ્યા ત્યારે તે જેમ તેમ કરીને ઘરે પરત ફર્યો હતો.

ઘટનાની માહિતી મળ્યા બાદ અર્થશાસ્ત્રી પ્રોફેસર ગામ પહોંચ્યા અને આ મામલાની તપાસ કરી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, મહિલાના ઘરની હાલત જોઈને અને નજીકના ગ્રામજનોને પૂછપરછ કરતાં સ્પષ્ટ થાય છે કે યુવતીનું મોત ભૂખમરાને કારણે થયું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ફક્ત ભાષણ આપી રહી છે ગરીબોને રેશન ન મળવું ખૂબ દુ:ખદ વાત છે.

ગામના વડા ગોપાલસિંહે જણાવ્યું કે, તેમની પાસે રેશનિંગ માટે કોઈ ભંડોળ નથી. તેઓની પાસે જે પૈસા હતા તેનાથી તેમણે રાશન ખરીદીને ગામમાં વિતરણ કર્યું હતું. તેમણે સ્વીકાર્યું કે તેણે આ મહિલાના ઘરે રેશન નથી આપ્યું.

બીજી તરફ ગામના રેશન વેપારીનું કહેવું છે કે, મહિલાએ તેની પાસેથી રાશનની માંગણી કરી નહોતી. આ સંદર્ભે લાતેહર એસડીએમ સાગર કુમારે તપાસ કર્યા પછી જણાવ્યું હતું કે, બાળકીનું મોત ભૂખને કારણે નહીં પણ માંદગીને કારણે થયું હતું. તેમણે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકી ગઈકાલે નજીકના તળાવમાં તેના ભાઈ-બહેન સાથે નહાવા ગઈ હતી. તે પછી તેની તબિયત લથડતી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ગામમાં આ પરિવાર ખૂબ જ ઓછો છે આ કારણે રેશનકાર્ડ નહીં બન્યું હોય. રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

બનાવની માહિતી મળતાની સાથે જ મણિકા બ્લોક વિકાસ અધિકારી એન.કે.રામ ગામ પહોંચી ગયા હતા અને તેમણે મૃતક બાળકીના પરિવારને રાશન અને રોકડ રકમ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.