ઈન્દોરઃ મધ્ય પ્રદેશમાં કોરોના વાઇરસના કારણે મરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પ્રદેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી સંક્રમિત 11 દર્દીનાં મોત થયાં છે. સૌથી વધુ મોત ઈન્દોરમાં થયાં છે. ઈન્દોરમાં અત્યાર સુઘી 7 લોકોનાં મોત કોરોનાને કારણે થયાં છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર પ્રદેશમાં સૌથી વધુ સંક્રમિત ઈન્દોરમાં છે. જિલ્લામાં 115 લોકો સંક્રમિત છે. આ ઉપરાંત ભોપાલ અને મુરૈના જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત છે.
ઈન્દોરમાં શનિવારે 2 લોકોના જ્યારે છિંદવાડા જિલ્લામાં એક દર્દીનું કોરોના વાઇરસના કારણે મોત થયું છે. ઈન્દોરમાં 42 વર્ષના પુરૂષ અને 80 વર્ષની મહિલાનું કોરોના વાઇરસના કારણે મોત થયું છે. 42 વર્ષીય પુરૂષ 28 માર્ચના રોજ કોરોના વાઇરસથી સંક્રમિત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં 2,900થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. જેમાં 2,650 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે સંક્રમણના કારણે અત્યારસુધી 68 લોકોનાં મોત થયાં છે અને 183 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.