ETV Bharat / bharat

કોરોના વાઇરસને કારણે બીએસએફના વધુ એક જવાનનું મોત - corona virus in delhi

દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કારણે લોકોના મોત થઇ રહ્યા છે. પરંતુ હવે આ વાઇરસ બીએસએફના જવાન સુધી પણ પહોંચી ગયો છે.તેમજ તેમના મોતનુ કારણ બની રહ્યુ છે.આ અંગે માહિતી શેર કરતા બીએસએફે કહ્યું કે કોરોના વાઇરસના કારણે બીએસએફમાં એક પછી એક 3 સૈનિકોનાં મોત થયા છે.

etv bharat
દિલ્હી: કોરોના વાઇરસને કારણે બીએસએફના વધુ એક જવાનનું મોત
author img

By

Published : Jun 10, 2020, 9:55 PM IST

નવી દિલ્હી : સતત વધી રહેલા કોરોના વાઇરસના કારણે લોકોના મોત થઇ રહ્યા છે. પરંતુ હવે આ વાઇરસ બીએસએફના જવાન સુધી પણ પહોંચી ગયો છે. આ અંગે માહિતી શેર કરતા બીએસએફે કહ્યું કે કોરોના વાઇરસના કારણે બીએસએફમાં એક પછી એક 3 સૈનિકોના મોત થયા છે.

ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

બીએસએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હી પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ પર રહેલા બીએસએફના એક કોન્સ્ટેબલનું મોત કોરોના વાઇરસથી થયું છે. 5 જૂને બીએસએફના કોન્સ્ટેબલને કમજોરી અને કફની તકલીફ થયા બાદ તેનો કોવિડ-19 નો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જ્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

તબિયત લથડતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો

અચાનક 8 જૂને જવાનની તબીયત લથડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ત્યાર બાદ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ 9 જૂને આઇસીયુમાં જવાને છેલ્લો શ્વાસ લીધો હતો.

અત્યાર સુધી 435 જવાન કોરોનાને માત આપી ચુક્યા છે,જયારે 100 જવાન હજી પણ સંક્રમિત છે.

આ સાથેજ બીએસએફએ ડેટા પણ જાહેર કર્યો છે અને માહિતી આપી છે કે હજી પણ બીએસએફના 100 જવાન કોરોના વાઇરસથી સંક્રમિત છે.તેમજ 435 સૈનિકો વાઇરસને માત આપી ચુક્યા છે. આ સિવાય બીએસએફએ માહિતી આપી હતી કે આ વાઇરસને કારણે અત્યાર સુધીમાં 3 સૈનિકોનાં મોત નીપજ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.