કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સરકારને વખોડી કાઢતા કહ્યું કે, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચેનું જોડાણ "અપ્રાકૃતિક" છે. તે પોતાના જ વજન હેઠળ તૂટી જશે. શિવસેનાના પૂર્વ વડા સ્વર્ગસ્થ બાલા સાહેબ ઠાકરે મુંબઈથી ગેરકાયદેસર બાંગ્લાદેશી અને પરદેશીઓને ભગાડવા માંગતા હતા, જ્યારે વર્તમાન સરકાર તેનો વિરોધ કરી રહી છે.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપના નેતાએ એવો દાવો કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના મંત્રાલયમાથી જો એક પ્રધાન રાજીનામું આપશે તો, સરકાર પડી જશે. જો કે, તે પ્રધાન કોણ છે તેનો ખુલાસો તેમણે કર્યો નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ પક્ષકારો વચ્ચે પોર્ટફોલિયો ફાળવણી અને કેટલાક રાજીનામા અંગે અફવાઓ અને અસંતોષ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ જોડાણ અકુદરતી છે. થોડા સમય પહેલા જ એક પ્રધાને રાજીનામું આપ્યું છે. આ સરકાર પોતાના વજન હેઠળ ઢળી જશે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે કોઈ વૈચારિક સામ્યતા નથી.
ગડકરીએ એક ઉદાહરણ આપતા કહ્યું કે, સેનાના વડા બાલા સાહેબ ઠાકરે મુંબઈથી ગેરકાયદેસર બાંગ્લાદેશી તથા પરદેશીઓને દુર કરવા માંગતા હતાં, જ્યારે હાલની સરકાર તેનો વિરોધ કરી રહી છે. તેઓ દેખીતી રીતે શાસક ગઠબંધનના કેટલાક ભાગો તરફથી આવતા નાગરિકતા સુધારા કાયદાના વિરોધી નિવેદનોનો ઉલ્લેખ કરી રહ્યા હતાં.
તેમણે દાવો કર્યો હતો કે, સેનાએ સત્તા માટે હિન્દુત્વ અને "મરાઠી માણસો"ના મુદ્દાને છોડી દીધા છે, જે બાબત આ પક્ષ તરફ વ્યાપક રોષ પેદા કરી રહ્યો છે.
નાગપુરના સાંસદ, CAAના સમર્થનમાં ભાજપના અભિયાનના ભાગ રૂપે લોકો સાથે મુલાકાત લીધી હતી.