ETV Bharat / bharat

ઓડિશા, સિક્કિમ અને મિઝોરમે પણ વન નેશન વન રેશનકાર્ડ યોજના અપનાવી: પાસવાન - કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું કે ઓડિશા, સિક્કિમ અને મિઝોરમ પણ આજથી 'વન નેશન વન રેશનકાર્ડ' યોજના સાથે જોડાઇ ગયા છે. હવે આ યોજના 20 રાજ્યોમાં લાગુ થઇ ગઇ છે.

પાસવાન
પાસવાન
author img

By

Published : Jun 1, 2020, 9:45 PM IST

નવી દિલ્હી: 'વન નેશન વન રેશનકાર્ડ' યોજનામાં વધુ ત્રણ રાજ્યો ઓડિશા, સિક્કિમ અને મિઝોરમને પણ જોડવામાં આવ્યા છે. આ સાથે હવે આ યોજના કુલ 20 રાજ્યોમાં લાગુ કરવામાં આવી ગઇ છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને સોમવારે આ માહિતી આપી.

પાસવાને જણાવ્યું હતું કે આ યોજના ઉત્તરાખંડ, નાગાલેન્ડ અને મણિપુરમાં 1 ઓગસ્ટ સુધીમાં લાગુ કરવામાં આવશે અને 31 માર્ચ, 2021 સુધીમાં, આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

આ 20 રાજ્યોમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભાર્થીઓ, આમાંથી કોઈપણ રાજ્યોમાં નિવાસ કરતા હોય , ત્યારે તેમની પસંદગીની રેશનની દુકાનમાંથી ઇ-પોસ મશીનમાં તેમના આધારકાર્ડની ચકાસણી કરીને પોતાના હકનું અનાજ મેળવી શકે છે. આ માટે જુનું રેશનકાર્ડ બધે જ માન્ય રહેશે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 મુજબ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા દેશના 81 કરોડ લોકો ત્રણ રુપિયા પ્રતિ કુલો ચોખા, 2 રુપિયા પ્રતિકિલો ઘઉં અને 1 રુપિયા પ્રતિ કિલો મોટું અનાજ ખરીદી શકે છે.

જે રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે તેમાં આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દમણ- દીવ, ઓડિશા, સિક્કિમ અને મિઝોરમ સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.