ETV Bharat / bharat

પશુધનના ચારા માટે ભંડોળ ફાળવવા બદલ ઓડિશાના મુખ્યપ્રધાનને મળ્યો પેટા એવોર્ડ - ઓડિશાના મુખ્યપ્રધાન

નોવેલ કોરોના વાઈરસ રોગચાળા અંગેના લોકડાઉન દરમિયાન ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ઓડિશામાં સમુદાયના પશુધનના ચારા માટે નાણાની ફાળવણી કરી હતી. જે બદલ તેમને એનિમલ રાઇટ્સ બોડી પેટા ઈન્ડિયા દ્વારા એવોર્ડ પણ એનાયત કરાયો છે.

Odisha CM  gets PETA award for allocating funds to feed community animals
એનિમલ રાઇટ્સ બોડી પેટા ઇન્ડિયા દ્વારા એવોર્ડ એનાયત કરાયો
author img

By

Published : Apr 5, 2020, 12:44 PM IST

નવી દિલ્હી: ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકને નોવેલ કોરોના વાઈરસના ફલાવાને રોકવા કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ઓડિશામાં પશુપાલકોને પશુધનઓના ચારા માટે નાણા ફાળવવા બદલ એનિમલ રાઇટ્સ બોડી પેટા ઇન્ડિયા દ્વારા એવોર્ડ એનાયત કરાયો છે.

રાજ્ય સરકારે પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને તમામ 48 નગરપાલિકામાં રખડતા પશુઓને ખવડાવવા રૂપિયા 54 લાખની મંજૂરી આપવામાં છે કારણ કે, પશુઓ લોકડાઉન દરમિયાન ખોરાક શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

  • Thanks @PETAIndia for the recognition. In this distressing times, the usual activities of taking care of community animals, dependant on us, has taken a back seat. I appeal everyone to support lives near us during these hard times. #OdishaCareshttps://t.co/KTeD3Uv8Xv

    — Naveen Patnaik (@Naveen_Odisha) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાટકરના આ પગલાને માન્યતા આપીને, પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) ઇન્ડિયાએ પટનાયક માટે 'હિરો ટૂ એનિમલ એવોર્ડ' જાહેર કર્યો. તેમને એક ફ્રેમ્ડ સર્ટિફિકેટ અને પ્રશંસા પત્ર આપવામાં આવ્યો છે.

પટનાયકે સન્માન બદલ પેટા ઇન્ડિયાનો આભાર માન્યો અને આ મુશ્કેલ સમયમાં દરેકને સહાનુભૂતિ રાખવાની અને આપણી નજીકના જીવોને સહારો આપવા અપીલ કરી.

પટનાયકે ટ્વિટર પર લખ્યું કે, સન્માન બદલ @PETAIndia નો આભાર. આ દુ:ખદ સમયમાં પશુપાલકોના પ્રાણીઓની સંભાળ રાખવાની કોશિશ છે. હું દરેકને અપીલ કરું છું કે આ મુશ્કેલ સમયમાં આપણી નજીકના તમામ જીવને સહારો આપો. બજારો, ખાણી-પીણી દુકાનો અને હોટલ બંધ હોવાથી ઓડિશામાં હજારો રખડતાં પ્રાણીઓને ખોરાક શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યા પછી સરકારે આ રકમને મંજૂરી આપી દીધી હતી.

જીવલેણ COVID-19ના ફેલાવાને રોકવા માટે સમગ્ર ભારત 21 દિવસના લોકડાઉન હેઠળ છે, જેમાં અત્યાર સુધીમાં 68 લોકોના મોત અને 2,600થી વધુ લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.

'હીરો ટૂ એનિમલ એવોર્ડ'ના અગાઉના પ્રાપ્તકર્તાઓમાં બોલિવૂડ અભિનેતા શિલ્પા શેટ્ટી કુંદ્રાનો સમાવેશ થાય છે. સર્કસની ક્રૂરતા સામે બોલવા અને પ્રાણીઓ માટેની અન્ય પ્રસંશનીય કાર્યવાહી કરવા બદલ શિલ્પાને આ એવોર્ડ એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પ્રધાન ઇમરાન હુસેનને પણ માનવી અને અન્ય પ્રાણીઓના જીવનની રક્ષા કરવા બદલ તેમજ અભિનેત્રી રાણી મુખર્જીને તેમની ફિલ્મના સેટ પર મુશ્કેલીમાં મુકાયેલા કૂતરાની મદદ કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.