દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)ની ટ્રેડ વિંગના જણાવ્યા મુજબ, રાજધાનીમાં ફેકટરીઓ શરૂ કરવાને લઇને સંયમનો અંત આવ્યો છે. ફેક્ટરી માલિકોએ ફરિયાદ કરી હતી કે, દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી જરૂરી ચીજવસ્તુઓ સિવાયની મોટાભાગની ફેક્ટરીઓ બંધ હતી, કારણ કે દિલ્હીના તમામ જિલ્લાના ડીએમઓએ ફેક્ટરી માલિકોને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
આમ આદમી પાર્ટી ટ્રેડ વિંગના કન્વીવર બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે, બુધવારે દિલ્હીના 80 ઔદ્યોગિક પ્રતિનિધિઓ સાથેની એક વીડિયો કોન્ફરન્સિંગમાં દિલ્હીના ઉદ્યોગ પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે, ઔદ્યોગિક એરીયામાં એક્સેસ કંટ્રોલ અને ગૃહ મંત્રાલય (એમએચએ) માર્ગદર્શિકા આ મુજબ, તમામ પ્રકારની આવશ્યક અને બિન-આવશ્યક ચીજોની ફેક્ટરીઓ ચલાવી શકાય છે.
દિલ્હીના પ્રમુખ ઔદ્યોગિક વિસ્તારોના ફેક્ટરી માલિકોએ ફરિયાદ કરી હતી કે, એમ.એચ.એ.ની માર્ગદર્શિકા આવી હોવા છતાં, સ્થાનિક ઓથોરિટીને ફેક્ટરી ખોલવાની પરવાનગી મળી નથી. આ અંગે પ્રતિક્રિયા આપતા ઉદ્યોગ પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, સંબંધિત તમામ સ્થાનિક અધિકારીઓને આ દિશામાં જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ દિલ્હીના ઔદ્યોગિક વિસ્તારમાં તમામ પ્રકારની ફેકટરીઓ ખોલવાના આદેશો જારી કરવામાં આવશે, પરંતુ આ માટે ઔદ્યોગિક વિસ્તારના પ્રવેશ ગેટ પર એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ બનાવવી પડશે અને એમએચએની માર્ગદર્શિકા મુજબ તમામ ફેક્ટરીઓએ સલામતીના નિયમોનું પાલન કરવું પડશે. જેમકે માસ્ક પહેરીને, સેનિટાઇઝેશન, સોસિયલ ડિસ્ટનશથી અને નિયમિત રીતે થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે.