ઉત્તર પ્રદેશ: રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કેજીએમયુ દ્વારા 3,412 કોરોના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જેમાં 30 નવા કોરોના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બધા દર્દીઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી આવ્યા છે.
મુરાદાબાદ, કન્નૌજ, હરદોઈ, લખનઉ, હાથરસ, અયોધ્યા દરેકને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તમામ કોરોના દર્દીઓને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાય છે. અને તેમને કોરોના વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે. આ બધા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછ, ઉત્તર પ્રદેશમાં કોરોના કેેેસની સંખ્યા વધીને 10,566 થઈ ગઈ છે. રાજ્યભરમાં કવોરંટાઇન કરેલા દર્દીઓની સંખ્યા 7,719 છે. આ સાથે રાજ્યમાં 4,363 દર્દીઓ આઇસોલેશનમાં છે. 6,185 દર્દીઓ કોરોના વાયરસને માત આપી સ્વસ્થ થયા છે. તેમજ ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 275 લોકોનાં મોત નીપજ્યાં છે.