પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે અર્થવ્યવસ્થા અને કલમ-370 દૂર કરવાને લઈને કેંન્દ્ર સરકાર પર ખૂબ જ કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારમાં દેશની અર્થવ્યવસ્થા બગડી રહી છે, નૌકરીઓ નથી અને સરકારના નુકસાનને પહોંચી વળવા માટે RBI તો છે જ ! દિગ્વિજય સિંહે કહ્યું કે, કેન્દ્ર સરકારને બાકી બધી જ વસ્તુઓ છોડીને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ.
દિગ્વિજયસિંહે કહ્યું કે, 3 લાખ વાહનો વેંચાઇ રહ્યા નથી, 35 લાખ બાઈક અને મોપેડ વેચાઇ રહ્યા નથી. માત્ર મોબાઇલ ઉદ્યોગમાં જ 10 લાખ લોકો બેરોજગાર થઈ રહ્યા છે. દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે, નોટબંધીના કારણે 50 લાખ લોકો બેરોજગાર થયા છે.