ઉત્તરપ્રદેશ: ગાઝિયાબાદની એક સાવિત્રી નામની ગર્ભવતી મહિલાને નોઈડાની જિલ્લા હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આનાકાની કરવામાં આવતા મામલો ગરમાયો હતો.
આ મહિલા તેના પતિ સાથે ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તેમને ગાઝિયાબાદમાં જઈ ઈલાજ કરાવવાનું કહી પ્રવેશ બાબતે આનાકાની કરવામાં આવી હતી. પહેલા તેમને કૈલાશ હોસ્પિટલમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ બંને અલ્ટ્રાસાઉન્ડ કરાવી પાછા ફરતા તેમને પ્રવેશ આપવા બાબતે આનાકાની કરવામાં આવી હતી.
ત્યારબાદ સમગ્ર મામલો નોઈડાના ધારાસભ્ય પંકજ સિંહના ધ્યાનમાં આવતા તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તેમના હસ્તક્ષેપને પગલે આ મહિલાને દાખલ કરી દેવામાં આવી હતી.
આ પહેલા પણ ગાઝિયાબાદના ખોડામાં રહેતી સગર્ભા નીલમનું અવસાન થઈ ગયું હતું. સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોએ નીલમને કોરોના સંક્રમિત માની તેને દરવાજેથી જ પાછી મોકલી હતી અને સુવિધાના અભાવે તેનું અવસાન થઈ ગયું.