ઉત્તર પ્રદેશઃ નોઇડાના ગૌતમ બુદ્ધનગરમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં 12 નવા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
ગૌતમ બુદ્ધનગરમાં કોરોના વાઈરસ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 92 થઈ ગઈ છે. આ અંગે માહિતી આપતાં જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, 26 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
સેક્ટર 93 એના એલ્ડીકો યુટોપિયાના એક કુટુંબના 5 લોકો કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યાં હતાં, તો બીજી બાજુ સેક્ટર 50 વિસ્તારમાં એક પરિવારના ચાર દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તેમજ સેક્ટર ગામામાં 26 વર્ષીય નર્સ પણ કોરોના પ્રભાવિત થઈ છે. જે ક્વોરનટાઈન સેન્ટરમાં કામ કરતી હતી.