ETV Bharat / bharat

અદૃશ્ય એવા દુશ્મનની સામેનો મહાસંગ્રામ - No confrontation with an invisible enemy

રસીનું ઉત્પાદન કરવું ઘણું જ અઘરું છે પરંતુ હાલના કપરાં સંજોગોમાં તે અત્યંત અનિવાર્ય પણ છે

etv Bharat
અદૃશ્ય એવા દુશ્મનની સામેનો મહાસંગ્રામ
author img

By

Published : Apr 6, 2020, 11:12 PM IST

ન્યૂઝડેસ્ક : અત્યંત સૂક્ષ્મ એવા વિષાણુઓની સામે લડાઇ લડવી એ આપણા માટે કોઇ અજાણી વાત નથી. માનવ ઉત્ક્રાંતિનું પરોઢ થયું ત્યારથી આજદિન સુધીમાં ઇન્ફ્લુએન્જાથી માંડીને પોલિયો સહિતના અનેક રોગોના જીવાણુઓ સામે આપણે લડતા આવ્યા છીએ, પરંતુ આ નોવેલ કોરોના વાઇરસ સામેની લડાઇ આટલી ગૂંચવાડાભરી કેમ બની ગઇ છે? શા માટે સમસ્ત વિશ્વ આ વાઇરસથી ફફડી રહ્યું છે? ભૂતકાળમાં જેમ અનેક વાઇરસ સામેનો જંગ આપણે જીત્યા હતા તેમ કોવિડ-19 સામેનો જંગ આપણે ક્યારે જીતીશું?

ભારત બાયોટેકના બીઝનેસ ડેવલોપમેન્ટ વિભાગના હેડ ડો. રચીસ ઇલા સમક્ષ ઇનાડુએ આ પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કંપની હાલમાં રસી બનાવી રહી છે અને હાલ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. ડો. ઇલા સાથે યોજાયેલા ઇન્ટરવ્યૂમાં તેમણે રસી બનાવવામાં કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે અને તેનો કેવી રીતે સામનો કરાય છે તે બાબતની ઉંડાણપૂર્વકની છણાવટ કરી હતી. તેમની સાથેના ઇન્ટરવ્યૂના કેટલાંક અંશ આ મુજબ છે.

શા માટે નોવેલ કોરોના વાઇરસ સમસ્ત વિશ્વને ડરાવી રહ્યો છે? ?

તે માટે કેટલાંક કારણો જવાબદાર છે. સૌ પ્રથમ તો સમગ્ર માનવજાત માટે આ વાઇરસ તદ્દન નવો છે. આ સાર્સ-કોવ-2 વાઇરસ વાસ્તવમાં કોરોના વાઇરસ પરિવારનો સભ્ય છે અને એમ કહેવાય છે કે ચામાડિડિયું અને બગાઇ જેવા પક્ષી અને જીવજંતુમાંથી તે માનવમાં સંક્રમિત થાય છે. પ્રાણીઓમાંથી માનવીમાં આ ચેપ લાગે છે એવા ચીનમાં અનેક દૃષ્ટાતો જોવા મળે છે કેમ કે તે લોકો કાચુ માંસ પણ ખાય છે. આ એક નવા પ્રકારનો હુમલો હોવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડત આપી શકે તેમ નથી. ડાયાબીટીસ, હૃદય સંબંધી વિવિધ રોગો, શ્વસનતંત્ર સંબંધી વિવિધ રોગો અને કેન્સર જેવા રોગોથી પિડાતા લોકોની રોગપ્રતિકારક શક્તિ ક્યારનીય નબળી પડી ગઇ હોય છે, તેથી જો આ પ્રકારના લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગી જાય તો તેઓ ઉપર સૌથી વધુ જોખમ તોળાતું હોય છે. બીજુ કે જે ઝડપે ચેપ ફેલાઇ રહ્યો છે તે ખરેખર ખુબ જ ભયાવહ છે. વિવિધ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં એક વાત પૂરવાર થઇ ગઇ છે કે આ વાઇરસનો ચેપ જેને લાગ્યો હોય તે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ લોકોને ચેપ લગાડી શકે છે. યુવાનો અને મધ્યમ ઉંમર ધરવાતા લોકોમાં ચિહ્નો થોડાં ઓછા દેખાતા હોય છે પરંતુ તેઓ વાઇરસના વાહક બની ગયા હોય છે અને તેઓ મોટી ઉંમરના લોકોને ચેપ લગાડી શકે છે. અત્યાર સુધી કોઇપણ ચેપ કોરોનાના ચેપ જેટલો પ્રાણઘાતક રહ્યો નથી, અને કોવિડ-19થી સમસ્ત વિશ્વ કેમ ફફડી રહ્યું છે તેના આ કારણો રહેલાં છે.

શીતળા અને પોલિયોની રસી બનાવવાનો આપણે ઇતિહાસ ધરાવીએ છીએ તો પછી કોવિડ-19ની રસી બનાવવામાં શા માટે મુશ્કેલીઓ પડી રહી છે?

મુશ્કેલીઓ પડી રહી છે એમ કહી શકાય નહીં પરંતુ રસી બનાવવી એ સમય માંગી લેતી અત્યંત જટિલ પ્રક્રિયા છે. કોઇપણ એન્ટિ બાયોટિક કે એન્ટિ વાઇરલ રસીનું ઉત્પાદન કરવામાં 5 થી 7 વર્ષનો સમય લાગે છે, અને આ સઘળી પ્રક્રિયા ખુબ જ ખર્ચાળ હોય છે. બીજી બાજુ રોગને આગળ વધતો અટકાવવા રસી તંદુરસ્ત વ્યક્તિને આપવામાં આવે છે, જેથી રસી અસરકારક હોય તેના કરતાં તે સલામત હોય તે વધુ જરૂરી અને મહત્વનું હોય છે, અને તેથી જ રસીનું ઉત્પાદન કરતાં 7 થી 20 વર્ષ સુધીનો સમયગાળો લાગી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વિવિધ તબક્કા રહેલા હોય છે. ભારત સામાન્ય રીતે જેનેરિક દવાઓનુ ઉત્પાદન કરે છે, અર્થાત અમેરિકા જેવા દેશોમાં જે દવાઓનું ઉત્પાદન અગાઉથી જ થઇ ચૂક્યું હોય છે એવી દવાઓનું ઉત્પાદન કરવાના આપણે હક ખરીદીએ છીએ અને બાદમાં આપણા દેશમાં તેનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ આ રીતે રસીનું ઉત્પાદન કરવું તદ્દન અશક્ય છે. સૌથી પહેલાં તો આપણે ચેપને અટકાવવા નવી દવા શોધવી પડે છે. યાદ રહે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઘણો સમય ફાળવવો પડે છે. ત્યારબાદ માનવી અને પ્રાણીઓ ઉપર તે દવાનો પ્રયોગ કરવો પડે છે. આ તમામ પ્રક્રિયામાં 7 થી 20 વર્ષનો સમય વહી જાય છે. ઇબોલા વાઇરસ માટે તાજેતરમાં જ રસી શોધાઇ હતી પરંતુ તેની શોધ કરતાં 3 થી 5 વર્ષ લાગ્યા હતા, તેથી કોરોના વાઇરસની રસી 18 મહિનાથી 2 વર્ષ વચ્ચેના કોઇપણ સમયે શોધાઇ જશે. હાલ અમે આ સમયગાળો ઓછો કેમ થાય તેના ઉપર પણ કામ કરી રહ્યા છીએ.

આ વાઇરસને આપણા શરીરમાં પ્રવેશતો કેવી રીતે રોકી શકાય?

ચેપ લાગેલી વ્યક્તિના લોહીના પાતળા પ્રવાહી અંશમાં કોરોના વાઇરસના લોહીના પદાર્થ અથવા તો લોહીના પ્રતિપિંડ જોવા મળે છે. તંદુરસ્ત વ્યક્તિ જો આ લોહીના પ્રતિપિંડનું દોહન કરે અથવા તો તેના શરીરમાં તે દાખલ થાય તો તેનું પરિણામ પોઝીટીવ આવે છે. આ પ્રક્રિયાને કોન્વાલેસેન્ટ પ્લાઝ્મા થેરાપી કહેવામાં આવે છે. તેથી ઉપલબ્ધ જનીનોની અનુવાંશિકતાનો અભ્યાસ કર્યા બાદ જો રસી વિકસાવવામાં આવે તો કાયમી ઉકેલ આવી શકે. જો કે તે પહેલાં આ વાઇરસ આપણા રક્તના કયા કોષ ઉપર હુમલો કરે છે તે જાણી લેવું પણ અત્યંત જરૂરી છે. આ વાઇરસનો પ્રતિકાર કરવા તેના જેવા જ લોહીના પ્રતિપિંડ બનાવી શકાય. આ વાઇરસની ત્વચાના બાહ્યભાગ ઉપર આવેલો તીક્ષ્ણ ભાગ માનવીના શરીર ઉપર હુમલો કરે છે. ચીનની સરકારે ગત જાન્યુઆરી મહિનામાં જ કોરોના વાઇરસના જનીનોની અનુવાંશિકતા જાહેર કરી હતી, ત્યારથી અમે બધા કોરોના વાઇરસના પ્રોટિનના આ તીક્ષ્ણ ભાગની સામે લડત આપવા શોધ કરી રહ્યા છીએ.

કોરોના વાઇરસના ચેપની સારવાર કરવા હાલ કોઇ દવા ઉપલબ્ધ છે ખરી?

હાલ તો કોરોના વાઇરસના ચેપની સારવાર કરવા કોઇ દવા ઉપલબ્ધ નથી, પરંતુ ડોક્ટરોએ શોધી કાઢ્યું છે કે હાઇડ્રોક્ષીક્લોરોક્વિન જેવી મેલેરિયાની દવા અને એઝીથ્રોમાઇસિન જેવી એન્ટિબાયોટિક દવાઓ અસરકારક રહી છે. જો કે તે અંગેના હજુ સુધી કોઇ અનુભવજન્ય પૂરાવા પ્રાપ્ત થયા નથી. આ દવાઓની પણ કેટલીક આડઅસરો થાય છે, તેથી ડોક્ટરોની સલાહ વિના આ દવા લેવા સામે અમે ચેતવણી ઉચ્ચારીએ છીએ. શરૂઆતમાં એચઆઇવી વિરુધ્ધની દવા ખુબ અસરકારક હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ થોડા સમયમાં જ તે અસર ઓસરી ગઇ હતી. કેટલાંક વૈજ્ઞાનિકોએ ઓસેલ્ટામિવિર નામની એન્ટિવાઇરલ દવાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી પરંતુ તેના પરિમાણો તદ્દન બિનઅસરકારક પૂરવાર થયા હતા. અત્યાર સુધી થયેલા સંશોધનોની માહિતીના આધારે એમ કહી શકાય કે રેમ્ડેસિવિર નામની દવા અસરકારક રહી છે. જો તમામ પ્રયોગો સફળ રહ્યા તો અમે સ્થાનિક સ્તરે જ દવાનું ઉત્પાદન શરુ કરીશું.

હાલ જ્યારે સમસ્ત રાષ્ટ્ર કોરોના વિરુદ્ધ જંગ લડી રહ્યું છે ત્યારે એવું કંઇક બીજું ખરુ જે આપણે કરવું જોઇએ?

આ જંગમાં આપણી કેન્દ્રની અને રાજ્યોની સરકારો દ્વારા જે પ્રયાસો કરાયા છે તે ખરેખર અસાધારણ છે. 21 દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવું અને 130 કરોડની જનતાને અંકુશમાં રાખવી એ કાંઇ સહેલું નથી. આપણો દેશ ખુબ જ ગીચ વસ્તી ધરાવતો દેશ છે. આપણી આરોગ્ય સેવાઓ પણ બહુ સારી નથી, તેથી કડક એવું લોકડાઉન આવશ્યક બની ગયું હતું. દરેક નાગરિકે આ નિર્ણયનું મહત્વ સમજવું જોઇએ. દરેક જણે કોઇપણ જાતની ચૂક વિના સોસિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઇએ.

ભારત રસીની નિકાસ કરતો સૌથી મોટો દેશ છે, તો હાલના કપરાં સંજોગોમાં આપણે કેવી ભૂમિકા ભજવી શકીએ?

વિશ્વભરમાં જન્મ લેનારાં પ્રત્યેક 10 બાળકો પૈકી 6 બાળકોને ભારતમાં ઉત્પાદિત રસી આપવામાં આવે છે.સસ્તી રસી વિકસાવવામાં આપણી કંપનીઓ સર્વેશ્રેષ્ઠ છે. આપણે જે રસીઓનું ઉત્પાદન કરીએ છીએ તેની કિંમત સામાન્ય રસીની કિંમતની તુલનાએ દસમાં ભાગની હોય છે. ભારત એ અસરકારક રસી બનાવવાનો ઇતિહાસ ધરાવતો હોવાથી કોવિડ-19ની રસી શોધી કાઢવી એ પણ આપણી નૈતિક ફરજ બને છે. અને તેથી જ આપણે પોતાના સ્વ પ્રયાસોથી કે પછી રસી વિકસાવતા કોઇ સંગઠની સાથે ભાગીદારી કરીને કોરોના વાઇરસની રસી વિકસાવવી પડશે. તે માટે ભારત બાયોટેક આંતરરાષ્ટ્રીય કંપનીઓના એક સમુહ સાથે ભાગીદારી કરવા તરફ આગળ વધી રહી છે. અને અમારા પ્રયાસોના સત્વરે પરિણામ જોવા મળશે. માનવી અને પ્રાણી એમ બંનેની ઉપર એક સાથે થઇ રહેલાં પ્રયોગને ભારત સરકારના ડ્રગ કન્ટ્રોલર જનરલ તરફથી માન્યતા મળી ગઇ છે. આ એક અસાધારણ પહેલ છે. જે ફાર્માસ્યૂટિકલ અને ડાયગ્નોસ્ટિક કંપનીઓ આ રસી શોધવાની દરખાસ્ત લઇને આગળ આવી છે તેઓ માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ તરફથી અનુદાન પણ મંજૂર કરી દેવાયું છે, અને ભારત સરકાર તરફથી લેવાઇ રહેલાં આ અત્યંત મહત્વનાં પગલાં છે. ?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.