નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં કોઇ પણ ફેરફાર નથી થયો. તેઓ હજુ પણ કોમામાં છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના મહત્વના પેરામીટર સ્થિર છે. આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મુખર્જીને 10 ઓગસ્ટના રોજ હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની બ્રેન સર્જરી કરવામાં આવી હતી. તેઓ કોરોના સંક્રમિત થયાં હતાં.
બ્રેઈનમાં જામેલા લોહીને બહાર કાઢવા માટે તેમનું બ્રેઈન ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદથી જ તેઓ કોમામાં છે. પ્રણવ મુખર્જી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ છે, પ્રણવદાએ વર્ષ 2012થી 2017 સુધી ભારતના 13મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો, આ પહેલા તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતાં.