નાણા પ્રધાને 15 ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. જેમાં તેઓએ અર્થવ્યવસ્થાની સ્થીતી અંગે ચર્ચા કરી હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી ઑટોમોબાઇલ્સ અને રીયલ એસ્ટેટ સહીત દેશના વિવિધ ક્ષેત્રમાં માઠી અસર થઈ રહી છે. વાહનના વેંચાણમાં ઘટાડો થવાને કારણે ઓટોમોબાઈલ કંપનીઓએ અસ્થાયીરૂપે ઉત્પાદન અટકાવી દીધુ છે.
મંદીની અસર ઘણા ઉદ્યોગોને પડી છે. આ સંકટને પહોંચી વળવા વિવિધ ક્ષેત્રને મદદ કરવા તેમજ પ્રોત્સાહન પેકેજ પૂરા પાડવામાં સરકાર પર દબાણ છે. નાણા મંત્રાલયે આ સંદર્ભમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં વેપાર અને ઉદ્યોગ સંબંધિત અનેક બેઠકો યોજી છે.
નિર્મલા તેના વારાણસી પ્રવાસ દરમીયાન જીએસટી, આવકવેરા અને કસ્ટમ પર આયોજીત કાર્યક્રમોમાં ભાગ લેશે. તે સ્થાનીક ઉદ્યોગોની સમસ્યાઓ વિશે પણ માહિતી મેળવશે.
વિવિધ શહેરોની મુલાકાત માટે નાણા પ્રધાને સૌ પ્રથમ અમદાવાદની મુલાકાત લીધી હતી અને નાણા મંત્રાલય અને કર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ ઉપરાંત તે આગામી દિવસોમાં કાનપુર અને ગુવાહાટીની પણ મુલાકાત લેવાના છે.