નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકારતી કેન્દ્રની અપીલ પર નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં ફાંસીની સજાના ચાર આરોપીઓ પાસેથી મંગળવારે જવાબ માંગ્યો હતો. સજાના નિર્ણય પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી.
આરોપીઓને ફાંસી આપવાની નવી તારીખ રજૂ કરવા માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
ન્યાયાધીશ આર બનુમાની અધ્યક્ષતાવાળી અને ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એ.એસ. બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરેલી અપીલની તાકીદે નવી તારીખ રજૂ કરવામાં ટ્રાયલ કોર્ટ માટે અવરોધ ના બને.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર અને દિલ્હી સરકાર તરફથી રજૂઆત કરતાં કહ્યું હતું કે દોષિતોની ફાંસી આનંદની વાત નથી અને અધિકારીઓ ફક્ત કાયદાના આદેશને જ ચલાવી રહ્યા છે.
ગુનેગારોને ફાંસીના નિર્ણયમાં સંદર્ભ આપતા, તેમણે કહ્યું કે, ત્રણ લોકોએ તેના ઉપાયો પૂર્ણ કરી દીધા છે, પરંતુ તેમાંના એક પવન ગુપ્તાએ હજુ સુધી રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી નથી. વધુમાં તેમણે કહ્યું કે, અદાલતે સમાજ પર આ નિર્ણયના પ્રભાવને ધ્યાનમાં રાખવું પડશે. કારણ કે, 2017માં સર્વોચ્ચ અદાલતે દોષીની અપીલને નકારી કાઢી હોવા છતાં, અધિકારીઓ તેમને "અત્યારે પણ ફાંસી આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે".
તુષાર મહેતાએ હૈદરાબાદમાં મહિલા પશુચિકિત્સકની ગેંગરેપ અને હત્યાના કેસમાં ચાર આરોપીઓની હત્યાના કે, કથિત એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, "લોકોએ આ પછી ઉજવણી કરી હતી અને તેનું કારણ લોકોએ સિસ્ટમ પર વિશ્વાસ ગુમાવવાનું શરૂ કર્યું છે. આ આપણી સિસ્ટમ પર નબળું પ્રતિબિંબ પાડે છે."