દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયા કેસનો ચૂકાદો આવી ગયો છે. કોર્ટે તમામ 4 આરોપીઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા ફટકારી છે.
નિર્ભયા રેપ કેસના આરોપીઓને ફાંસી આપવા માટે તિહાડ જેલમાં એક નવું ફાંસીઘર બનાવવામાં આવશે. તિહાડ જેલ નંબર 3માં જૂનું ફાંસીઘર હતું. જેની પાસે નવું ફાંસીઘર બનાવવામાં આવશે.
લોક નિર્માણ વિભાગ કરી રહ્યું છે, ફાંસીઘરનું નિર્માણ
દિલ્હી સરકારે લોક નિર્માણ વિભાગ તિહાડ જેલ ક્રમાંક 3માં નવું ફાંસીઘર હાલ બની રહ્યું છે. આ નવું ફાંસીઘર જૂના ફાંસી ઘરથી માત્ર 10 ફુટ દુર છે.
જેમાં એક સાથે બે લોકોને ફાંસી આપી શકાય છે. જ્યારે જૂના ફાંસીઘરમાં પણ થોડા સુધારા કરવામાં આવશે. જેમાં પણ એક સાથે બે લોકોને ફાંસી આપવા માટે સક્ષમ બનાવવામાં આવશે. જે માટે દિલ્હી સરકારે અંદાજે 25 લાખ રૂપિયા ફાળવ્યા છે. જો કે, દોષીઓ પાસે હાલ ક્યૂરેટિવ પિટીશન અને માફી અરજીનો વિકલ્પ પણ છે.