હૈદરાબાદઃ રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાએ (NIH) કોરોના વાઇરસ માટેની જરુરી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા USના ચિકિત્સકો, આંકડાશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાંતોની પેનલ દ્વારા વિકસાવવામાં આવી છે. આ ગાઇડલાઇન આરોગ્યની સંભાળ રાખવા માટે જાહેર કરવામાં આવી છે. જે કોવિડ-19 દરમિયાનના પ્રારંભિક ડેટા અને દર્દીઓની સંભાળ લેવામાં સામેલ એવા નિયુક્ત ફ્રન્ટલાઇન કર્મીઓની ક્લિનિકલ કુશળતા પર આધારિત છે.
NIH એ જાહેર કરેલી પ્રેસ રિલીઝ અનુસાર, માર્ગદર્શિકાઓ હાલમાં કોવિડ-19 માટે આરોગ્યસંભાળ પ્રદાતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી બે ઉપચારની વિચારણા કરે છે. એન્ટિવાઇરસ, જે કોરોનાવાઇરસને સીધા નિશાન બનાવી શકે છે અને રોગપ્રતિકારક આધારિત ઉપચારો, જે રોગપ્રતિકારક પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે.
માર્ગદર્શિકા દરેક એજન્ટ વિશેની પુષ્ઠભુમિ માહિતી પુરી પાડે છે. જેમ કે, તેના ઉપયોગ વિશે ક્લિનિકલ ડેટા, ચાલુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને અન્ય દવાઓ સાથે જાણીતી પ્રતિક્રિયાઓ જે ભલામણના આધારે છે.
આ દિશા-નિર્દેશોમાં દર્દીઓના ચેપના જોખમ અને માંદગીની તિવ્રતાને આધારે મુલ્યાંકન અને સ્તરીકરણને સમજાવે છે. એવા દર્દીઓ કે જે આનાથી થોડા પ્રભાવિત છે અથવા તેના થોડા લક્ષણો ધરાવે છે, સગર્ભા સ્ત્રીઓ અને ચેપગ્રસ્ત બાળકો માટે પણ વિશેષ વિચાર કરવામાં આવ્યો છે.