નવી દિલ્હી: કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગે મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કાશ્મીર ફાઇલ્સ અને ધ સાબરમતી રિપોર્ટ જેવી ફિલ્મો જોવા, તેની પ્રશંસા કરવા અને તેની વિવેચન કરવા તેમજ તેનો પ્રચાર કરવા પર ટોણો માર્યો હતો.
ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીની પાસે સંસદને ચલાવવા, અર્થવ્યવસ્થાની સ્થિતિને સમજાવવા કે બેરોજગારી મુદ્દે સંબોધન કરવા કે મણિપુર જવા માટેનો સમય નથી.
મણિપુર ફાઇલ્સ ક્યારે વાંચશો?
ખડગેએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, "પ્રધાનમંત્રી સાચી 'મણિપુર ફાઇલ્સ' ક્યારે વાંચશો અને ભારતના લોકોને સાચી 'મણિપુર સ્ટોરી' ક્યારે દેખાડશો. પીએમ મોદી બેશક દેશના અત્યાર સુધીના સૌથી ઉત્કૃષ્ટ ઇવેન્ટ મેનેજર અને પોતે માસ્ટર ઓફ સેરેમની છે"
ખડગેની આ તીખી ટિપ્પણી પ્રધાનમંત્રી મોદી અને ઘણા કેબિનેટ સભ્યોએ જ્યારે સોમવારે સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં ' ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ જોઇ લીધા બાદ આવી છે.
ઘણા રાજ્યમાં ટેક્સ ફ્રી થઇ સાબરમતી રિપોર્ટ ફિલ્મ
તમને જણાવી દઇએ કે, ગોધરા ટ્રેન અગ્નિકાંડની પાછળના સત્યને ઉજાગર કરવાનો દાવો કરનારી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના રિલીઝ પહેલા વિપક્ષ તરફથી ઘણી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ભાજપ સરકારે આ ફિલ્મને સમર્થન આપ્યું છે અને ઘણા રાજ્યોમાં આને ટેક્સ ફ્રી ઘોષિત કરવામાં આવી છે.
આનાથી પહેલા સોમવારે પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, નિતિન ગડકરી અને ભાજપના સહયોગી જીતન રામ માંઝી સહિત બીજા લોકો આ સ્ક્રીનીંગમાં શામેલ થયા હતા. ફિલ્મમાં 27 ફેબ્રુઆરી 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટનાને દર્શાવવામાં આવી છે. જેના પરિણામ સ્વરુપ અયોધ્યામાં એક ધાર્મિક સમારોહથી પાછા ફરી રહેલા 59 શ્રદ્ધાળુઓના મૃત્યુ થઇ ગયા હતા.
સ્ક્રીનીંગ પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફિલ્મ નિર્માતાઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ એક પોસ્ટમાં લખ્યું કે, "ધ સાબરમતી રિપોર્ટ'ની સ્ક્રીનીંગમાં NDAના સાથી સાંસદોની સાથે શામેલ થયો, હું ફિલ્મ નિર્માતાના પ્રયાસની પ્રશંસા કરુ છું."
આ પણ વાંચો: