ETV Bharat / bharat

કેરળમાં સોનાની દાણચોરીના કેસમાં NIA દ્વારા 6 લોકોની ધરપકડ

કેરળના સોનાની દાણચોરીના કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા રવિવારે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની તપાસ કરવા માટે પોલીસે એર્નાકુલમ અને મલ્લપુરમ માં રેડ પાડી હતી જ્યાંથી ડીવીડી, એક ટેબ્લેટ 8 મોબાઇલફોન, 6 સીમ કાર્ડ સહિતના પુરાવા પણ પોલીસે જપ્ત કર્યા છે.

કેરળ સોનાની દાણચોરીના કેસમાં NIA દ્વારા 6 લોકોની ધરપકડ

author img

By

Published : Aug 2, 2020, 11:05 PM IST

કેરળ: રવિવારે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા કેરળમાં સોનાની દાણચોરી મામલે 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અંગે અત્યાર સુધીમાં 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. એરનાકુલમથી જમાલ એ એમ. અને મલ્લપુરમથી સૈયદ અલવીને 30 જુલાઇએ પકડવામાં આવ્યા હતા.

આ મામલે મુખ્ય આરોપી રમીઝ સાથે મળીને તેમણે દાણચોરીની યોજના ઘડી હોવાનું વિગતોમાં બહાર આવ્યું છે. જ્યારે મુહમ્મદ શફી અને અબ્દી પી ટી ની 31 જુલાઈએ અટકાયત કરવામાં આવી હતી. મોહમ્મદ અલી ઇબ્રાહિમની NIA દ્વારા 1 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી જે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનો સભ્ય છે.

આ પહેલા પણ મોહમ્મદ અલી ઇબ્રાહિમની કેરળ પોલીસ દ્વારા જોસેફ નામના વ્યક્તિનો હાથ વેતરી નાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. NIA દ્વારા આ કેસની તપાસમાં કુલ 6 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી જેમાં 2 હાર્ડ ડિસ્ક, 1 ટેબ્લેટ, 8 મોબાઈલ, 6 સિમ કાર્ડ, 1 રેકોર્ડર અને 5 ડીવીડી જપ્ત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.