પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો રક્ષા પ્રધાનની સાથે વિમાન લેવા માટે રક્ષા સચિવ અજય કુમાર તથા વરિષ્ઠ અધિકારી પણ તેમની સાથે રહેશે. આ માટે સાત ઓક્ટોબરના રોજ ફ્રાન્સ જવા રવાના થશે. રાફેલ વિમાન ભારતને સોંપવામાં માટે ત્યાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફ્રાન્સના રક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ પણ હાજર રહેશે.
આ યાત્રા દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે રક્ષા સંબંધિત અને મુદ્દાઓ પર ચર્ચા કરવાનો ઉપલક્ષ રાખેલો છે.ભારતીય વાયુસેનાની ટીમ અગાઉથી ત્યાં હાજર છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ફ્રાન્સ સાથે 2016માં 36 રાફેલ વિમાન સરકારી કરારો મુજબ ખરીદ્યા છે. આ વિમાની કિંમત લગભગ 58000 કરોડ રુપિયા છે. ભારતીય વાયુસેના પહેલાથી રાફેલ વિમાનને સામેલ કરવા માટેની પુરતી તૈયારી કરી લીધી છે. હમણા જ વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રવાસે હતા ત્યારે આ અંગેની વિસ્તૃત ચર્ચા પણ થઈ હતી.