26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસે 10 મોટા સમાચારો પર એક નજર
- આજે સમગ્ર દેશમાં 71મો ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા તિરંગો ફરકાવાયો
- 71માં ગણતંત્ર દિવસ નિમિત્તે રાજકોટમાં કરાયું રંગારંગ કાર્યક્રમનું આયોજન, રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પણ યોજાયો
- ગણતંત્ર દિન નિમિત્તે પરેડના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત બ્રાઝીલના પ્રમુખ સેનાના શૌર્ય અને પરાક્રમની ઝાંખી નિહાળશે
- વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી
- ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વાઘા બોર્ડર પર ભારત-પાક સેના વચ્ચે બીટીંગ સેરેમની યોજાઈ
- ગુજરાતી રંગભૂમિ અને સ્ટેજના દિગ્ગજોને ભારત સરકાર દ્વારા પદ્મક્ષી એનાયત કરાયો
- ગણતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી 2020ની પ્રથમ "મન કી બાત"માં દેશવાસીઓને સંબોધન કરશે
- વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં અમિત શાહ આજે દિલ્હીમાં રોડ શો અને રેલી યોજશે
- 6 મહિનાના પ્રતિબંધ બાદ કાશ્મીરમાં આજથી 2જી ઇન્ટરનેટ સેવા પરથી ફરી કરાઈ કાર્યરત
- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે આજે બીજો વન ડે મેચ