NEWSTODAYમાં જુઓ દેશ-વિદેશના મુખ્ય સમાચાર
- ગુજરાત સરકારે શરૂ કરી અમદાવાદમાં "કેમ છો ડોનાલ્ડ ટ્રમ્પ" કાર્યક્રમની તૈયારી, અંદાજે 20 કરોડના ખર્ચે ટેક્નોલોજીથી સજ્જ રંગારંગ કાર્યક્રમોનું આયોજન.
- આજે છે 10મો રાષ્ટ્રીય મતદાતા દિવસ, ચૂંટણી કમીશ્નરે વીડિયો જાહેર કરી જાણકારી આપતા કહ્યું, લોકતંત્રમાં મતદાતાઓનું ખુબ મહત્વ.
- લાંબા સમયના પ્રતિબંધ બાદ જમ્મુ-કાશ્મીરમાં મોટી રાહત, 20 જિલ્લાઓમાં 2જી ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ હજૂ પણ કેટલીક એપ્લીકેશનો પર પ્રતિબંધ.
- દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે જોર પકડ્યું, ગૃહપ્રધાન અમિત શાહ આજે 2 રેલીઓને કરશે સંબોધન.
- શિવસેનાના 'સામના' માં છપાયું, પાક-બાંગ્લાદેશના મુસ્લીમોને બહાર ફેંકવા જોઈએ.
- કપિલ મિશ્રાએ શાહિન બાગને મીની પાકિસ્તાન કહેતા બરાબરના ફંસાયા, FIR દાખલ કરાઈ.
- બ્રાઝીલના પ્રમુખ જેર બોલ્સોનારો ભારતના પ્રવાસે છે, ત્યારે આજે રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, વડાપ્રધાન મોદી તેમજ વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે મુલાકાત કરશે.
- પૂર્વ તુર્કી 6.7 તીવ્રતાના ભૂંકપથી ધ્રુજી ઉઠ્યુ, 18 લોકોના મૃત્યુ નિપજ્યા તો 200થી વધુ ઘાયલ થયા હતા.
- જીવલેણ કોરોના વાયરસથી ચીનમાં 41 લોકોના મોત નિપજ્યા, ભારતથી ચીનની યાત્રાએ ગયેલા યાત્રીએ પરત ફરતા તમામનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાઈ રહેલી વનડે સિરીઝની પ્રથમ વનડે મેચમાં ઘર આંગણે ન્યૂઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.