બેંગલુરુ: કર્ણાટકના પ્રધાન સીટી રવિએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમણુંક કર્યા બાદ રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પદથી રાજીનામું આપ્યું છે. તેમણે મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાને રાજીનામું સોપ્યું છે.
મળતી માહિતી મુજબ રવિ આવતીકાલે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે.
પક્ષના અધિકારીઓની નવી યાદીની જાહેરાત ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાએ કરી હતી. આ અંતર્ગત ભાજપે રવિને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા હતા.