ETV Bharat / bharat

કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ બાદ ક્યાં થશે અંતિમ સંસ્કાર, કેજરીવાલે સરકારે જાહેર કર્યા નવા આદેશ

કોરોના વાઈરસના ચેપને કારણે જીવ ગુમાવનારા દર્દીઓના મૃતદેહોના નિકાલ(અંતિમ સંસ્કાર) માટે દિલ્હી સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેશ(એસઓપી)ની જાહેરાત કરી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદે પહેલેથી જાહેર કરેલી માર્ગદર્શિકા કરતા સુધારેલા આદેશો વધુ સરળ છે.

કેજરીવાલે સરકાર
કેજરીવાલે સરકાર
author img

By

Published : May 19, 2020, 12:50 PM IST

નવી દિલ્હી: કોરોના ચેપને કારણે જીવ ગુમાવનારા દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે દિલ્હી સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રેસેશ(એસઓપી) જાહેર કરી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદે પહેલેથી જારી કરેલા માર્ગદર્શિકામાં સુધારો કરી આદેશો વધુ સરળ બનાવ્યા છે.

new-orders-issued-by-kejriwal-government-for-funeral-after-corona-infected-death
કેજરીવાલે સરકારે જહેર કર્યા નવા આદેશ

કોરોનાને કારણે થયેલા મોતનું 4 ભાગમાં વહેંચણી

નવા દિશાનિર્દેશોમાં સરકારે કોરોનાથી થતા મૃત્યુને 4 ભાગમાં વહેંચી દીધા છે.

  • હોસ્પિટલમાં કોરોનાથી થતાં મૃત્યુ
  • કોવિડ-19 કેર સેન્ટરમાં થતાં મૃત્યુ
  • તપાસના કેન્દ્રમાં થતાં મૃત્યુ
  • ઘરે મૃત્યુ થતાં મૃત્યુ

દરેક હોસ્પિટલ માટે અલગ વ્યવસ્થા

જો કોઈ કોરોના ચેપગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં મૃત્યુ પામે અથવા કોરોના ચેપગ્રસ્ત દર્દીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવે, તો હોસ્પિટલ અંતિમ સંસ્કાર માટે પ્રશિક્ષિત સેવાઓ પ્રદાન કરશે.

નવા દિશાનિર્દેશો અનુસાર આવી પરિસ્થિતિમાં બીજા કોઈને ચેપ ન લાગે તેની પણ તકેદારી રાખવાની જરૂર છે. મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે હોસ્પિટલ વાહનની વ્યવસ્થા કરી આપશે.

જો મૃતકના કોઈ સગા ઉપલબ્ધ ન હોય તો, ચેપ મુક્તિની ખાતરી કર્યા પછી જ હોસ્પિટલ શરીરને સ્મશાનમાં રાખશે. હોસ્પિટલે સુનિશ્ચિત કરવું પડશે કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું છે કે નહી.

આ હોસ્પિટલોમાં થશે અંતિમવિધિ

દિલ્હી સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર એલએનજેપી, જીબી પંત, રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી, હિન્દુ રાવ, જીટીવી, બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલનું નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જો કોઈ કોરોના પોઝિટિવ અથવા શંકાસ્પદ દર્દીનું મોત થાય છે. આઇ.ટી.ઓ., મંગોલપુરી, શાસ્ત્રી પાર્ક ખાતે બુલંદ મસ્જિદ અને ગાઝીપુર દિલ્હી ડેરી ખાતે અને મુલ્લા કોલોની ખાતે દફનવિધિ કરવામાં આવશે.

દિલ્હીના સફદરજંગ, રામ મનોહર લોહિયા, એઈમ્સ, સંજય ગાંધી મેમોરિયલમાં કોઈ દર્દીનું મોત થાય છે, તો હોસ્પિટલનો અંતિમ સંસ્કાર પંજાબી બાગ અને લોધી રોડ સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવશે. આઈટીઓ ખાતેનો કોટલા બરીયલ ગ્રાઉન્ડ અને મદનપુર ખાદર ખાતેના બુરિયલ ગ્રાઉન્ડમાં મૃતદેહોને દફનાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

અંતિમવિધિ એક મોટો પડકાર

કોરોનાને કારણે લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોના અંતિમ સંસ્કાર તેમના પરિવારો માટે એક મોટો પડકાર છે.

પરિવારને એક સ્મશાનથી બીજા સ્મશાન સુધી જવું પડે છે. લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કોરોના દર્દીના અંતિમ સંસ્કાર માટે નવી યોજના ઘડી છે, જેમાં દરેક હોસ્પિટલ માટે જુદા જુદા સ્મશાન સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.