ETV Bharat / bharat

નવી સામાન્ય સ્થિતિ : તમારા મનમાં ચિચિયારી પાડો

જ્યારે વિશ્વ ઘર-વાસનાં પગલાં હળવા કરવા પ્રયાસ કરી રહ્યું છે અને આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા માગે છે ત્યારે નવી સામાન્ય સ્થિતિના માળખામાં પરિસ્થિતિ પહેલાં જેવી ક્યારેય થવાની નથી. એક તરફ, વિશ્વના અલગ-અલગ ભાગોમાં પ્રશાસને પરિવહન, શાળાઓ, વેપાર અને મનોરંજન સહિત સુરક્ષિત પ્રવૃત્તિઓ માટે અનુકૂળ વાતાવરણ રહે તે જોવું પડશે.

author img

By

Published : Aug 3, 2020, 10:49 PM IST

નવી સામાન્ય સ્થિતિ : તમારા મનમાં ચિચિયારી પાડો
નવી સામાન્ય સ્થિતિ : તમારા મનમાં ચિચિયારી પાડો

જ્યારે વિશ્વ ઘર-વાસનાં પગલાં હળવા કરવા પ્રયાસ કરી રહ્યું છે અને આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા માગે છે ત્યારે નવી સામાન્ય સ્થિતિના માળખામાં પરિસ્થિતિ પહેલાં જેવી ક્યારેય થવાની નથી. એક તરફ, વિશ્વના અલગ-અલગ ભાગોમાં પ્રશાસને પરિવહન, શાળાઓ, વેપાર અને મનોરંજન સહિત સુરક્ષિત પ્રવૃત્તિઓ માટે અનુકૂળ વાતાવરણ રહે તે જોવું પડશે. બીજી તરફ, સામાન્ય લોકોએ સત્તાધીશોની સૂચનાનું પાલન કરવાની જરૂરિયાત છે અને તેમનો સમજદારીપૂર્વક પ્રતિભાવ આપવાની આવશ્યકતા છે. તેનું વિશિષ્ટ ઉદાહરણ જાપાનનું છે જ્યાં જુલાઈમાં થીમ પાર્કને ખોલવામાં આવ્યાં હતાં, જેને કૉવિડ-૧૯ની સામે લડવા માટે છેક ફેબ્રુઆરીની શરૂઆતથી બંધ કરી દેવાયા હતા.

જાપાનના મોટા થીમ પાર્ક સંચાલકોના એક સમૂહે મહેમાનો અને કર્મચારીઓ કઈ રીતે સુરક્ષિત રહી શકે તે જોવા માટે માર્ગદર્શિકાનો એક સમૂહ તૈયાર કર્યો છે અને દાખલ કર્યો છે. તેમાં એકબીજાથી આવશ્યક અંતર રાખવું અને સ્વચ્છતા વધારવી, શરીરનું તાપમાન નિયમિત રીતે તપાસવું અને ચહેરા પર માસ્કનો ઉપયોગ કરવો વગેરે કુદરતી પગલાંઓનો સમાવેશ થાય છે. જાપાનમાં ૩૦ મોટા એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોના બનેલા ઇસ્ટ અને વેસ્ટ જાપાન થીમ પાર્ક એસોસિએશને જાહેર કરેલી માર્ગદર્શિકામાં આ બાબત પણ છે: "ગ્રાહક સેવાની નવી ઢબ તરીકે, ત્મે જ્યારે માસ્ક પહેરેલું હોય ત્યારે પણ તમે હસતી આંખો, હાથની મુદ્રાઓ વગેરેનું સંયોજન કરીને મુલાકાતીઓ સાથે વાતચીત કરી શકો છો." ગ્રાહક સેવાની સાથે સમાધાન થઈ શકે છે કારણકે વાતચીત જેમ બને તેમ ટૂંકી રાખવી જોઈએ. આમ, 'નવી સામાન્ય સ્થિતિ' શબ્દો બોલવા કરતાં મુદ્રા બાબતે વધુ છે. ઈમારતની અંદર ગાવાની પ્રવૃત્તિને પણ (કોરોનાની) 'સર્વોચ્ચ પ્રસારક' પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવી શકે છે.

અને એક વધુ વિનંતી છે જેનું જાપાનના થીમ પાર્કમાં પાલન કરવું મુલાકાતીઓ માટે સંઘર્ષમય હોઈ શકે છે. તે એ છેકે 'બૂમો ન પાડવી' અને માસ્કના ઉપયોગ સાથે- જ્યારે રૉલર કૉસ્ટર પર સવારી કરી રહ્યા હો ત્યારે પણ. આનો હેતુ બૂમ પાડતી વખતે ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે લાળ બહાર આવવાની શક્યતા હોય છે તેના દ્વારા પણ કોરોના વાઇરસનો પ્રસાર થાય છે તે અટકાવવાનો છે.

એ બહુ અજુગતું લાગશે કે રૉલર કૉસ્ટર પર સવારી કરવી અને તે વખતે ચિચિયારીઓ ન પાડવી કારણકે આ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. હકીકતે, વિશ્વના અલગ-અલગ ભાગોમાં કેટલાંક જાણીતા રૉલર કૉસ્ટરનાં નામ આ સંબંધના આધારે જ છે; દા.ત. 'સ્કાય સ્ક્રીમ' એ જર્મનીના રાઇનલેન્ડ-પાલાટિનેટના હસલોશમાં આવેલા હૉલિડે પાર્ક ખાતે આવેલું સ્ટીલ રૉલર કૉસ્ટરનું નામ છે અને 'સ્ક્રીમ!' એ અમેરિકાના કેલિફૉર્નિયાના વલેન્શિયામાં સિક્સ ફ્લેગ્સ મેજિક માઉન્ટેન ખાતે આવેલું સ્ટીલ રૉલર કૉસ્ટર છે. ચોક્કસ, ચિચિયારીઓ ન પાડવી તે સૂચનાનું પાલન કરવું તે સરળ ક્યારેય નહીં હોય કારણકે તેઓ સેંકડો ફીટ ઊંચે પહોંચતા હોય છે. જાપાનમાં ફ્યુજી-ક્યૂ હાઇલેન્ડ થીમ પાર્કે એક વિડિયો પણ પૉસ્ટ કર્યો. તેમાં પાર્કના બે કાર્યકારીઓને પાર્કની ફ્યુજિયામા રૉલર કૉસ્ટર પર ઝડપથી ઉપરનીચે જતા બતાવાયા છે પરંતુ એક પણ વાર ચિચિયારી પાડતા નથી. આ વિડિયો એક સંદેશ સાથે પૂરો થાય છે: "કૃપા કરીને ચિચિયારી તમારા મનમાં પાડો. રૉલર કૉસ્ટર રાઇડ દરમિયાન 'ગંભીર ચહેરાના પડકાર'ને પણ લોકો લઈ રહ્યા છે તેનો સૉશિયલ મિડિયા પર એક ટ્રેન્ડ બન્યો છે.

ચોક્કસ જ, જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી વિશ્વમાં અન્ય થીમ પાર્કોએ આવો નિયમ હજુ લાદ્યો નથી, દા.ત. ઑર્લેન્ડોના ડિઝની વર્લ્ડ પાર્ક જુલાઈમાં ફરી ખુલ્યો, પરંતુ ત્યાં ચિચિયારી પર કોઈ પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો. આનંદ અને મોજમસ્તીનાં સ્થળોએ આવાં નિયંત્રણોનો અમલ કરવો તે ક્યારેય સરળ નહીં હોય કારણકે ચિચિયારી નહીં પાડવાના માર્ગદર્શનનું ઉલ્લંઘન કરવા માટે કડક સજા અથવા દંડ લાદવાથી લોકો આવાં સ્થળોથી દૂર રહેશે. જાપાનના થીમ પાર્કમાં ચિચિયારી નહીં પાડવાના માર્ગદર્શનનું ઉલ્લંઘન કરવા માટે કોઈ સજા નથી, છતાં લોકો નિયમો પાળવા પ્રયાસ કરી રહ્યા છે. હકીકતે, આ બધું શિસ્ત અને સંસ્કૃતિની વાત છે. સામાજિક શિષ્ટતા પ્રત્યે જાપાનનું વળગણ છે જેના લીધે શરદી અને ઉધરસના દર્દીઓ તેમનાં જીવાણુ અન્યોમાં પ્રસરાવવા માગતા નથી, તેના લીધે તેમની આધુનિક દૈનિક જિંદગીમાં ચહેરા પરનું માસ્ક અનિવાર્ય સાધન બની ગયું છે.

દેશની જનતા દાયકાઓથી ફેસમાસ્કનો વપરાશ કરી રહી છે, તેનું કારણ તેમની પોતાની સુરક્ષા જ નહીં, પરંતુ બીજાની સુરક્ષા કરવી તેવો હેતુ પણ છે. સામાજિક શિષ્ટતા પ્રત્યેનું આવું વળગણ ચેપના આ ગાળા દરમિયાન લંબાય તેવી શક્યતા છે અને એવું શક્ય છે કે ખતરનાક રૉલર કૉસ્ટર રાઇડ દરમિયાન ચિચિયારી ન પાડવી તેનું પણ આ દેશના લોકો ખૂબ જ સફળતાપૂર્વક પાલન કરે. પૂર્વ એશિયાના કેટલાક બીજા ભાગ સહિત અન્ય કેટલાંક સ્થળોમાં પણ આવું સફળતાપૂર્વક શક્ય છે. જોકે, આવી રીતભાત વિશ્વનાં મોટા ભાગનાં સ્થળોમાં અનુસરવી મુશ્કેલ છે. જાણીતા ઑસ્ટ્રિયન ન્યૂરૉલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ વિક્ટર એમિલ ફ્રાન્કલે કહ્યું છે: "પ્રોત્સાહન અને પ્રતિભાવ વચ્ચે જગ્યા છે. આ જગ્યામાં આપણી શક્તિ છે જેણે આપણો પ્રતિભાવ પસંદ કરવાનો છે. આપણા પ્રતિભાવમાં આપણો વિકાસ અને આપણી સ્વતંત્રતા રહેલી છે." ચોક્કસ જ, આ જગ્યા માટે પણ કસોટીનો સમય છે. આ રોગચાળા દરમિયાન જેના લોકો તે જગ્યાનો ઉપયોગ સ્વતંત્રતા પ્રત્યે કરવામાં નિપુણ થયા હશે એ દેશ વધુ સફળ થશે.

એક વાત બહુ સ્પષ્ટ છે. 'નવી સામાન્ય સ્થિતિ'વાળું વિશ્વ ઘણું અલગ હશે. આ સમય છે આપણા મનની અંદર ચિચિયારી પાડવાનો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.