શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રવિવારે કહ્યું કે ગૃહસ્થ કાયદો ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામા પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે હું એવી કોઇ પણ વસ્તુને સ્વીકારીશ નહી જે ગેરબંધારણીય હોય.
ફારૂકે કહ્યું કે તેઓએ જે પણ કઇ કર્યું છે તેની સામે અમે એકજુટ થઇને ઉભા છીએ, આ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. તમે કેવી રીતે વિચારી શકો છો કે હું ગેરબંધારણીય કંઇપણ સ્વીકારીશ. લદ્દાખમાં કંટ્રોલ લાઇન પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વિશે તેમણે કહ્યું કે દેશો વચ્ચેના વિવાદોનું સમાધાન લાવવા માટે યુદ્ધ એ કોઇ ઉપાય નથી.
તમણે વધુમાં કહ્યું કે ભારત-ચીન અથવા ભારત-પાકિસ્તાન વિવાદને વાત કરીને ઉકેલી શકાય છે, યુદ્ધ એ ઉપાય નથી.