નવી દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે NIA કસ્ટડીમાં કોરોના શંકાસ્પદ હોવાનું જણાતા આતંકવાદી હિના બશીર બેગની તાત્કાલિક LNJP હોસ્પિટલમાં ભરતી કરવાનો આદેશ આપ્યો છે. હિના હાલમાં NIAની કસ્ટડીમાં હતી.
પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, અને પછીથી પોઝિટિવ આવ્યો હતો. તિહાર જેલના અધિકારીઓએ આ ત્રણેય આરોપીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
ત્યારબાદ ત્રણેયને NIAના મુખ્ય મથકે લાવવામાં આવ્યા હતા અને છેલ્લા નવ દિવસથી તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી.
દરમિયાન હિનાએ કોરોનાનાં લક્ષણ વિશે જણાવ્યું ફરીથી તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. જે બાદ તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
હિના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેની પૂછપરછ કરનારી NIA ટીમને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે.
હિના શ્રીનગરની રહેવાસી છે. તેનો પતિ ઝહાં ઝૈબ સામી અને અબ્દુલ બાસિત માર્ચના પહેલા અઠવાડિયામાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથેના તેના સંબંધો માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેમને દિલ્હીના જામિયા નગરથી ધરપકડ કરી હતી. તેના પર નાગરિકતા સુધારો કાયદા સામે લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવાયો હતો.
આતંકવાદી હુમલા ઉશ્કેરવાના આરોપ બાદ એનઆઈએએ જહાંઝિબ સામી અને અબ્દુલ બાસિતની કસ્ટડી લીધી ન હોતી, ત્યારબાદ કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બાસિત પર આરોપ છે કે, તેણે ઘણા લોકોને ઓગસ્ટ 2018માં તેની સંસ્થામાં આતંકવાદી હુમલા માટે સામેલ કર્યા હતા.