નવી દિલ્હી: 2 જુલાઈના રોજ દિલ્હીની ILBS હોસ્પિટલમાં પ્લાઝ્મા બેંક શરૂ થઈ હતી. ત્યારબાદ LNJP હોસ્પિટલમાં પણ પ્લાઝ્મા બેન્કની શરૂઆત થઇ હતી. આ બંને હોસ્પિટલોને મળી અત્યાર સુધીમાં કુલ 710 લોકોને દિલ્હી સરકાર તરફથી વિનામૂલ્યે પ્લાઝ્મા ડોનેટ કરાયું છે, ત્યારે બંને હોસ્પિટલોની પ્લાઝમાં બેંકમાં કુલ 910 લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યું હતું.
અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, દિલ્હીમાં કોના સામે લડાઈમાં પ્લાઝ્માએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. અરવિંદ કેજરીવાલે લોકોનો પણ આભાર માન્યો છે. જેણે પ્લાઝમામાં માટે મદદ કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું દિલ્હીની બંને પ્લાઝ્મા બેંકમાં બધા ગ્રુપનું પ્લાઝ્મામાં ઉપલબ્ધ છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું AB ગ્રુપ blood મળવા માટે થોડું મુશ્કેલ હતું પરંતુ આ ગ્રુપનો પ્લાઝ્મા પણ દિલ્હી સરકારની પ્લાઝ્મા બેંકમાં ઉપલબ્ધ છે અને ડોક્ટરની સલાહ થી અત્યાર સુધીમાં નવ દર્દીઓને AB ગ્રુપનું પ્લાઝ્મા ડોનેટ કરાયું છે.
અત્યાર સુધીમાં જેટલા લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યું છે તેમાંથી 86 લોકો આરોગ્ય કર્મચારી, 209 ઉદ્યમ, 8 મીડિયા કર્મચારી, 28 પોલીસ કર્મચારી, 50 વિદ્યાર્થી, 32 સરકારી અધિકારી અને નોકરિયાત અને પૈસાવાળા લોકો પણ સામેલ છે. કોરોનાથી સ્વસ્થ થયેલા 24 લોકોએ એકવારથી વધારે વાર પ્લાઝ્મા ડોનેટ કર્યું છે.