નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ પરીક્ષા (NEET)ને લઇને સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે MBBS, BDS અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે NEET ખાનગી બિન સહાયતા પ્રાપ્ત અલ્પસંખ્યક વ્યાવસાયિક કૉલેજો પર પણ લાગુ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, NEETથી તેના સંવિધાનને મળેલા અધિકારોનું હનન થતું નથી.
જો કે, સુપ્રીમ કોર્ટેમાં ખાનગી અને સહાયતા પ્રાપ્ત અલ્પસંખ્યક કૉલેજોએ અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તે ધાર્મિક સ્વતંત્રતાના મૌલિક અધિકારની વિરુદ્ધ છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, વગર સહાયતા મેળવેલા અલ્પસંખ્યક સંસ્થાનોમાં પ્રવેશ માટે NEETથી તેના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.
મેડિકલ સાથે જોડાયેલા કોર્સમાં પ્રવેશ માટે NEET એટલે કે, રાષ્ટ્રીય પાત્રતા તેમજ પ્રવેશ પરીક્ષા ફરજિયાત છે. 2016 પહેલા મેડિકલ કોર્ટ માટે AIPMT એટલે કે, ઑલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ આપવાની ન હતી. જેના માધ્યમથી મેડિકલના વિદ્યાર્થીઓને MBBS, BDS,MS જેવા કોર્સમાં પ્રવેશ મળતો હતો. પરંતુ વર્ષ 2016 બાદ રાષ્ટ્રીય સ્તર પર માત્ર એક પરીક્ષાનું આયોજન થવા લાગ્યું છે. જેના દ્વારા જ તમામ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળે છે.