- CM સુશીલ મોદીનું એક મોટું નિવેદન
- પૂર્વ ડેપ્યુટી CM સુશીલ કુમાર મોદીએ લાલુ યાદવ પર લગાવ્યો આરોપ
- લાલુ યાદવ રાંચી જેલથી NDA ધારાસભ્યોને આપી રહ્યા છે પ્રધાન બનાવવાનું આશ્વાસન
પટના: બિહારના પૂર્વ ડેપ્યુટી CM સુશીલ મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમને ટ્વીટ કરી જણાવ્યું કે, રાજદ સુપ્રીમો લાલુ યાદવ રાંચી જેલથી NDA ધારાસભ્યોને પ્રધાન બનવવાનું આશ્વાસન આપી રહ્યા છે. સુશીલ મોદીના આ ટ્વીટ બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે.
લાલુ યાદવ પર લગવ્યો આરોપ
સુશીલ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે, લાલુ યાદવ રાંચી જેલથી ફોન કરી NDA ધારાસભ્યોને પ્રધાન બનવવાનું આશ્વાસન આપી રહ્યા છે. આ બાબત પર સુશીલ મોદીએ લાલુ યાદવને કહ્યું કે આવા ખોટા કામ ન કરો જેમાં તમે સફળ નહીં થઈ શકો. સુશીલ મોદીએ ટ્વિટ કરી એક નંબર પણ જાહેર કર્યો હતો.
સુશીલ મોદીના આરોપથી પર જેલ પ્રશાસન સવાલ
લાલુ યાદવ રાંચી જેલથી ફોન કરી NDA ધારાસભ્યોને પ્રધાન બનવવાનું આશ્વાસન આપી રહ્યા છે. આ આરોપ પર ઈટીવી ભારતે તે નંબરનો સંપર્ક કર્યો હતો ત્યારે તે નંબર ઇનવેલિડ આવી રહ્યો હતો અને તે લોકેશન બેંગલોરનું જણાઈ રહ્યુ હતુ. એવામાં સુશીલ મોદીના આરોપ પર સીધો સવાલ રાંચીની હોટવાર જેલ પ્રશાસન પર પણ ઉભો થાય છે. તે જોવામાં આવશે કે શું રાંચી જેલ પ્રશાસન અને આરજેડી આ આરોપો અંગે પ્રતિક્રિયા આપશે?