NCSTના ઉચ્ચ અધિકારી નંદ કુમાર સાંઇની અધ્યક્ષતામાં આયોગની એક ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમ દ્વારા અહીં મૃતકો અને ઘાયલોના પરિવારના સભ્યોની મુલાકાત લેશે, સાથે જ તેઓ જિલ્લા પ્રશાશન અને પોલીસ સાથે બેઠક કરશે.
તો આ અંગે મળતી માહિતી મુજબ, NCST આયોગ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક, સોનભદ્રના જિલ્લા અધિકારીઓ અને પોલીસને નોટિસ પાઠવીને આ બાબતે કરવામાં આવેલી કાર્યવાહીના રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.