મહારાષ્ટ્રમાં સરકારને લઈ દિવસ ભર થયેલી ચહલ-પહલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ નવી રાજરમત રમી છે. ભાજપથી દૂર થયેલી શિવસેનાને સમર્થન જોઈતુ હોય તો કેન્દ્ર સરકારમાંથી અને NDAમાંથી દૂર થવાની શરત NCPએ રાખતા રાજકારણ નવી દિશા તરફ જાય તેવા એંધાણ છે.
NCP નેતા નવાબ મલિકે મીડિયાને કહ્યું કે, જો શિવસેનાને સમર્થન આપવાનો સમય આવ્યો તો અમે આગળ વિચારશું, હજુ અમે શિવસેનાના કોઈ પણ પ્રસ્તાવ મળ્યો નથી. પવાર સાહબ દ્વારા જાહેર અંતિમ નિર્ણય કોંગ્રેસ અને રાકાંપા મળીને રહેશે.
નવાબ મલિકે કહ્યું કે, અમે 12 નવેમ્બરના રોજ ધારાસભ્યોની બેઠક બોલાવી છે.જો શિવસેના અમારું સમર્થન માંગે તો તે જાહેરાત કરે કે તેમનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) થી બહાર થવું પડશે. તેમના સમગ્ર પ્રધાનોને કેન્દ્રીય પ્રધાનમંડળ સાથે રાજીનામું આપવું પડશે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ભાજપ સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યુ છે. પરંતુ ભાજપે સરકાર બનાવવાનો ઈન્કાર કર્યો છે. ત્યારબાદ રાજ્યપાલે શિવસેનાને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. જેના માટે રાજયપાલે શિવસેનાને સોમવાર સાંજે 7:30 સુધીનો સમય આપ્યો છે.