આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ' મળવો આ મારું નહીં, પરંતુ કરોડો ભારતીયોનું સન્માન છે, જેમણે માત્ર સ્વચ્છ ભારતના સ્વપ્ન પૂરું કર્યું જ નહીં, પરંતુ તેને પોતાના જીવનનો એક ભાગ પણ બનાવ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધી 150 જન્મ જયંતી પર મને આ એવોર્ડ મળવો મારા માટે વ્યક્તિગત રીતે મહત્વપૂર્ણ છે. આ વાતનું પ્રમાણે છે કે, 130 કરોડ લોકોની જનશક્તિ કોઈ એક સંક્લપને પૂરો કરવા માટે જોડાય, તો કોઈ પણ પડકાર પર જીત મેળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2 ઓક્ટોબર 2014એ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં 6 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે. અત્યારે દેશના 98 ટકા ગામોમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે 4 વર્ષ પહેલા આવા ગામોમાં સંખ્યા ફક્ત 38 ટકા હતી. આંકડાઓ પ્રમાણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે 27 રાજ્યો હવે ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થઈ ચૂંક્યા છે.