પશ્ચિમ બંગાળમાં આવેલ હુગલીમાં એક જાહેરસભા દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, "તમે બધા કાલીદાસની વાર્તા વિશે તો જાણતા જ હશો. તેઓ ઝાડની જે ડાળ પર બેસતા તે જ ડાળને જ કાપતા હતા. નરેન્દ્ર મોદી પણ એજ ડાળ કાપી રહ્યાં છે. અને દેશને, રાજ્ય સહિત લોકોને પણ પક્ષપાત કરાવી લોકોને વહેંચી રહ્યાં છે."
મુખ્યપ્રધાન મમતા બેનર્જી જણાવ્યું હતું કે, જો PM અહિંયા આવીને કહે છે કે અમે તેમના લોકોને લટકાવીને માર્યા છે તે બીજુ કાંઇ નહી પણ લોકોને ઉકસાવવા માટે કરે છે.
આ મામલે વધુમાં જણાવતા બેનર્જીએ કહ્યું હતું કે, લોકો તેમના દુ:ખના કારણે આત્મહત્યા કરતા હોય છે. તેઓ કહી રહ્યાં છે કે, અમે તેમના કાર્યકર્તાઓને માર્યા છે. જ્યારે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં તમામ કેસોમાં આત્મહત્યાની વાત કહેવામાં આવી છે.