નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના 'સરેન્ડર મોદી' વાળા ટ્વીટ પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પલટવાર કર્યો છે. ઉત્તર પ્રદેશ જનસંવાદ વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી જ 'Surender Modi' છે એટલે તે નરોના જ નેતા નહીં પરંતુ સુરો (દેવતાઓ)ના પણ નેતા છે. હવે તો ઇશ્વર પણ કોંગ્રેસની સાથે નથી. કોંગ્રેસે ભગવાનની ભાષા સમજવી જોઇએ.
-
Narendra Modi
— Rahul Gandhi (@RahulGandhi) June 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Is actually
Surender Modihttps://t.co/PbQ44skm0Z
">Narendra Modi
— Rahul Gandhi (@RahulGandhi) June 21, 2020
Is actually
Surender Modihttps://t.co/PbQ44skm0ZNarendra Modi
— Rahul Gandhi (@RahulGandhi) June 21, 2020
Is actually
Surender Modihttps://t.co/PbQ44skm0Z
બીજેપી અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સૈનિકોના મનોબળ તોડવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. અમે તો કોંગ્રેસને નથી પૂછી રહ્યા કે, યૂપીએના સમયમાં ચીને આપણી કેટલી જમીન લીધી હતી. અમે એ પણ નથી પૂછી રહ્યા કે, તમારા શાસનમાં બોર્ડરમાં કેટલી કિલોમીટરના રસ્તાઓ બન્યા હતા.
તેમણે કહ્યું કે, 2014-19 સુધી બોર્ડર ક્ષેત્રમાં લગભગ 98 ટકા રસ્તાઓ બનીને તૈયાર થયા છે. હું દેશને આશ્વાસન આપતા સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગુ છું કે, પીએમ મોદીના નેતૃત્વમાં એક-એક ઇંચ દેશની ધરતી અને બોર્ડર સુરક્ષિત અને મજબૂત છે.
આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું કે, 'નરેન્દ્ર મોદી ખરેખરમાં સરેન્ડર મોદી' છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગુ છું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસનો રોડમેપ તૈયાર છે, તમે તમારા રોડમેપની ચિંતા કરો, જે દરરોજ નીચે જઇ રહ્યો છે. તમને વિપક્ષની જવાબદારી ખબર નથી, તો અમારી પાસેથી વિપક્ષમાં રહેવાના ટ્યુશન લો. કોરોના કાળમાં વિપક્ષે રાજનીતિ ઉપરાંત કંઇ જ કર્યું નથી.
વધુમાં તેમણે કહ્યું કે, RCEPની જ્યારે વાત આવી, જેમાં 16 દેશ છે ત્યારે દેશના હિત માટે વડા પ્રધાન મોદીએ કહ્યું કે, RCEPમાં ભારત સામેલ થશે નહીં. પીએમે એમ એટલા માટે કહ્યું કારણ કે, RCEP ભારતના ખેડૂતો, મજૂરોના હિતમાં નથી.