ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કલમ-370 હટાવવાના નિર્ણય પર સમર્થન ન કરવા બદલ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ હંમેશા મતબેંકનું રાજકારણ કરતી આવી છે. જ્યારે તે જાણતી હતી કે આ કલમ રાષ્ટ્રહિતમાં નથી.
તેમણે કહ્યું કે, 'મોદીજીએ એક રાષ્ટ્ર, એક વિધાન અને એક નિશાનને અનુભવ્યું, પરંતુ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે, જ્યારે બીજી બાજુ કહે છે કે કલમ-370 અસ્થાયી છે.'
અહીં જનસભાને સંબોધિત કરતાં નડ્ડાએ કહ્યું કે કલમ-370 સારી હતી, તો તેને સ્થાયી કેમ ન બનાવી? એક સમયે તેમની પાસે 400થી વધુ સાંસદ હતા.
ભાજપના કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે ભાગલાના સમયે જે લોકો પાકિસ્તાનથી હૈદરાબાદ આવ્યા તે નેતા બની ગયા. પરંતુ જેમણે જમ્મુ-કાશ્મીરમાં આશરો લીધો તેઓ પાર્ષદ પણ નથી બની શક્યા. હવે કલમ-370 નાબૂદ કર્યા બાદ અનુસૂચિત જાતિયો અને જનજાતિઓ માટે બેઠકો ફાળવાશે.