હત્યા બાદ તેના મૃતદેહને કચરામાં નાખી દેવામાં આવ્યો હતી. સરકારે આરોપીઓ વિરૂદ્ધ રાષ્ટ્રિય સુરક્ષા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તો આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ત્યારે આ ઘટનાને લઇ યૂપી સરકારે SITની રચના કરી છે. ADG આનંદ કુમારે કહ્યું કે 30મી મેના રોજ આ ઘટના બની હતી. 31મીના રોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.બાળકીના મૃતદેહ પરથી જે નમૂનાઓ તેને તપાસ માટે ફોરેંસિક લેબમાં મોકલી આપવામાં આવ્યું છે.SP ગ્રામીણની અધ્યક્ષતામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ફોરેનિંક સાઇન્સની ટીમ, ઓપરેશન ગ્રુપ તપાસમાં જોડાશે. બાળકીના માતાએ આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે.

બાળકીની હત્યાને લઇ સમગ્ર બોલીવુડથી લઈ રાજકરણમાં પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપી પોલીસને ટૂંક સમયમાં જ આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે બાળકીની દર્દનાક હત્યાના સમાચાર સાંભળીને તેઓ પરેશાન થઇ ગયા છે. તેઓ વિચાર કરી રહ્યા છે કે કેમ કોઇ વ્યક્તિ આટલા નાના બાળક સાથે કરી શકે છે. જેણે પણ આ ગુન્હો કર્યો છે તેણે કડક સજા મળવી જોઇએ.

રાજ્ય સરકારે 5 પોલીસકર્મચારીઓને સસ્પેન્ડે કરી દીધા છે. આ પોલીસકર્મીઓ પર આરોપ હતું કે તેઓએ સમયસર પગલા ન હતા લીધા. પોલીસે આ અંગે કહ્યું કે મૃતક બાળકી સાથે કોઇ પણ પ્રકારે દુષ્કર્મ નથી થયું. પરતું તપાસમાં સામે આવ્યું છે કે પૈસાની લેતી દેતીમાં બાળકીની હત્યા કરાઇ હોવાની આશંકા છે. પોલીસે વધુમાં જણાવ્યું કે તેઓએ બે આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટના મુજબ બાળકી ગાયબ થઇ હતી. તેના પરિવીરજનોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. મળતી માહીતી અનુસાર બાળકીની હત્યા પૈસાની લેતી દેતીમાં કરવામાં આવી હતી.બાળકીના પરિવારજનોએ કોઇ ઇસ્મ પાસે પૈસા લીધા હતી. અને તેઓએ તે સમયસર પાછા પરત ન કરચા બાળકીની હત્યા કરવામાં આવી હતી. બિસ્કિટ આપવાનું કહી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી.
