મુંબઈ: મુંબઇમાં ગુરુવારે રાત્રે લગભગ 40 લોકો એકઠા થયા હતા અને મુમ્બ્રાની ફેમસ કોલોનીમાં બે પરિવારો વચ્ચે ઝઘડો થયા બાદ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવશે.
મુમ્બ્રાની ફેમસ કોલોનીમાં પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ગુરુવારે રાત્રે ઝઘડો થયો હતો અને એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલાખોરોએ કથિત રૂપે તોડફોડ કરી હતી અને મીડિયાના લોકોના કેમેરા પણ છીનવી લીધા હતા, જેઓ આ ઘટનાનું શૂટિંગ કરી રહ્યા હતા.
બાદમાં પોલીસે દરમિયાનગીરી કરતાં તેઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં એક પોલીસ કર્મચારીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મુમ્બ્રા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ તોફાનોનો ગુનો નોંધ્યો છે.
પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે, “લગભગ 40 લોકો એકઠા થયા હતા અને એકબીજા પર પથ્થરમારો કરી રહ્યા હતા. પોલીસ ટીમો ત્યાં પહોંચી ત્યારે જૂથોએ તેમના પર પણ પથ્થરમારો શરૂ કર્યો હતો. અમે બંને પરિવારો વિરુદ્ધ તોફાનોનો કેસ નોંધ્યો છે. કોઈની ધરપકડ કરાઈ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હુમલો કરનારાઓની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.