ETV Bharat / bharat

ફ્લોર ટેસ્ટ પહેલા કમલનાથ સરકારે કહ્યું, જયપુરથી પરત આવેલા ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ થશે - latestgujaratinews

મધ્યપ્રદેશ સરકારમાં પ્રધાન પી.સી. શર્માએ જણાવ્યું છે કે, રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, અમારા ધારાસભ્યો જે જયપુરથી પરત આવ્યા છે, તેમનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 15, 2020, 5:45 PM IST

ભોપાલ: સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈ હાહાકાર મચ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના રાજકીય ગરમાવામાં કમલનાથ સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. આ પહેલા ભોપાલ આવેલા બધા જ ધારાસભ્યોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે.

મધ્યપ્રદેશ સરકારમાં પ્રધાન પીસી શર્માએ કહ્યું કે, રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે કે, અમારા ધારાસભ્યો જે જયપુરથી આવેલા છે, તેમનું પરિક્ષણ કરવામાં આવશે. સાથે હરિયાણા અને બેગ્લુરુંમાં રહેનારા ધારાસભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. પીસી શર્માએ કહ્યું કે, ભોપાલ પરત આવેલા બધા જ ધારાસભ્યોનો કોરોના વાયરસ ટેસ્ટ થશે.

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યપ્રધાન કમલાથને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે. જેને લઈ મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અડધી રાત્રે રાજભવનમાંથી એક પત્ર રાજ્યના મુખ્યપ્રધાન અને કોંગ્રેસ નેતા કમલનાથને મોકલવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. જે બાદ તેમના સમર્થનમાં 22 ધારાસભ્યોએ પણ રાજીનામું આપ્યું છે. સિંધિયા બાદ ધારાસભ્યોએ રાજીનામું આપતા કમલનાથ સરકાર મુંઝવણમાં મુકાઈ છે.

હજુ પણ 22 ધારાસભ્યોના રાજીનામાનું ચિત્ર સ્પષ્ટ નથી. ત્યારે 16 માર્ચના વિધાનસભા સત્ર શરુ થઈ રહ્યું છે , જેને લઈ રાજ્યપાલે કમલનાથ સરકારને પત્ર લખી બહુમત સાબિત કરવાનું કહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.