હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ કહ્યું કે, દિલ્હી હિંસામાં દુર્ભાગ્યથી કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ અને સંપત્તિ ગુમાવી છે. જેમાં એક કોન્સ્ટેબલ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાને સંદર્ભે સોશિયલ મીડિયા પર ફેલાવાયેલી અફવાના કારણે હિંસાને વેગ મળ્યો હતો. રાજકીય નેતાઓના નિવેદનો પણ હિંસા ભડકાવવા માટે જવાબદાર છે.
હૈદરાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે કોઈની પણ નાગરિકતા નહીં છીનવાય તે વાતનું રટણ કર્યુ હતું. તેમણે કહ્યું કે, દિલ્હી હિંસા પાછળ કાવતરૂ છે કે નહીં તે જાણવા માટે મોદી સરકાર તેના મૂળ સુધી જશે.