મળતી માહિતી મુજબ, કેબિનેટની બેઠક બાદ PM મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોંપશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ PM મોદી અને તેમની પાર્ટીને નવી સરકાર બનાવવા આમંત્રિત કરશે.
વધુ માહિતી પ્રમાણે, 30 મેના દિવસે PM મોદી શપથ લઇ શકે છે. શપથ લેતા પહેલા PM મોદી વારાણસી અને ગુજરાતની મુલાકાત પણ લેશે, ગાંધીનગરમાં માતા હિરાબાના આશીર્વાદ લીધા બાદ તેઓ શપથ ગ્રહણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જીત મેળવ્યા બાદ PM મોદી અને અમિતશાહે આડવાણી સાથે મુલાકાત કરી આશિર્વાદ પણ મેળવ્યા હતા.