જો કે, મનસે કેટલી સીટો પર ચૂંટણી લડશે તે અંગેને કોઈ ખુલાસો આપ્યો નથી. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 125 સીટો પર મનસે ચૂંટણી લડે તેવી શક્યતા છે.
હજી એ વાત પણ સ્પષ્ટ થઈ નથી કે, મનસે એકલા હાથે ચૂંટણી લડશે કે કોઈની સાથે ગઠબંધન કરશે !
જો કે, પાર્ટી નેતાઓ દાવો કરી રહ્યા છે કે, અમે એટલી સીટો પર લડવા ઈચ્છીએ છીએ કે, અન્ય કોઈ પાર્ટીને બહુમત ન મળે તથા તેમની પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં રહે.
રાજ ઠાકરે આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ત્યારે જ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા, જ્યારે તેમની પાર્ટી ચૂંટણીમાં નહીં ઉતરવા છતાં પણ સત્તાધારી ભાજપ વિરુદ્ધ માહોલ બનાવવમાં લાગી ગયા હતા. રાજ ઠાકરેની રેલીમાં હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં હિન્દી ભાષણના વીડિયો અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવ્યા હતા.