ચમોલીઃ બસમાં જોશીમઢ તરઇ જઇ રહેલા સેનાના અધિકારી હેલંગ નજીક બદરીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાલદા નજીકથી અધિકારી ગુમ થયાના સમાચાર મળ્યાં હતાં. આ બસમાં અન્ય સવાર લોકોએ જણાવ્યું કે, લંગસી નજીક પાલડામાં બેગ બસની અંદર છોડીને બસમાંથી ઉતરીને અધિકારી જંગલ તરફ દોડ્યો હતો. આ અધિકારીને સેનામાં સપ્લાય કોર્પ્સમાં લેફ્ટનેન્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
![જોશીમઢ તરઇ જઇ રહેલી સેનાની બસમાંથી અધીકારી ગુમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/uk-cha-01-laftinent-lapata-breking-uk10003_02022020234305_0202f_1580667185_164.jpg)
પોલીસ, SDRF આર્મીના જવાનો દ્વારા સર્ચ ઓપરેશનમાં ગુમ થયેલ અધિકારીનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. સ્થાનિક લોકોએ અધિકારીને જંગલ તરફ જતા જોયા હતો. સેનાની ટીમમાં સોનાના અધિકારીઓ પણ હાજર હતાં. જ્યાંથી અધિકારી ભાગ્યો છે. ત્યાંથી આશરે 300 મીટર દૂર અલકનંદા નદી આવેલી છે.
હાલમાં બસની અંદરથી મળેલ બેગમાંથી દસ્તાવેજો અનુસાર, ગુમ થયેલ અધિકારીનું નામ જીત છે. તે 3/269 દિલ્હીમાં, આયુવિજ્ઞાન નગર, દક્ષિણ દિલ્હીનો રહેવાસી છે.