ETV Bharat / bharat

કેન્દ્રની પેટ્રોલિયમ આવક પાંચ વર્ષમાં વધીને બમણી થઇ - સેલ્સ ટેક્સ

તાજેતર જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ પેટ્રોલિયમ ક્ષેત્રમાંથી કેન્દ્ર અને રાજ્યો બંને દ્વારા મેળવેલી કુલ આવક રૂપિયા 3.33 લાખ કરોડથી વધીને રૂ. 5.55 લાખ કરોડ થઈ છે, જે વર્ષ 2014થી-15 અને 2019-20 દરમિયાન 66 ટકા વધી છે.

Minting money
Minting money
author img

By

Published : Jun 27, 2020, 9:46 PM IST

નવી દિલ્હીઃ 15 દિવસ કરતાં વધુ સમયમાં પેટ્રોલ ને ડીઝલના છૂટક ભાવો સતત વધારવાના ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નિર્ણયે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે, પરંતુ વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલના ઊંચા છૂટક ભાવોથી જો કોઇને સૌથી વધુ ફાયદો થયો હોય, તો તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો છે.

મુખ્યત્વે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવો અનુસાર પેટ્રોલ અને ડીઝલની છૂટક ભાવોમાં ફેરફાર કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ આ બે કોમોડિટીના કુલ છૂટક ભાવોમાંથી માત્ર એક તૃત્યાંશ હિસ્સો ઓઇલ કંપનીઓને મળે છે, જ્યારે બે તૃત્યાંશ ભાગ કેન્દ્રીય અને રાજ્યના કરવેરાના સ્વરૂપમાં સરકારી તિજોરીમાં જાય છે. છેલ્લા પાંચ વર્ષોમાં સરકારી તિજોરીમાં ઓઇલ સેક્ટરનું યોગદાન 66 ટકા જેટલું વધી ગયું છે અને નાણાંકીય વર્ષ 2019-20માં કેન્દ્ર અને રાજ્યોએ રૂ. 5.5 લાખ કરોડ કરતાં વધુ રકમ મેળવી હતી.

આવકમાં થયેલી આ વૃદ્ધિનો સૌથી મોટો લાભ કેન્દ્રને થયો છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઓઇલ સેક્ટરથી તેને થતી આવક લગભગ બમણી થઇ ગઇ છે, જ્યારે રાજ્યની મહેસૂલ ઉઘરાણીમાં 38 ટકાનો વધારો થયો છે.

Minting money
Centre's petroleum earnings doubled in five years

તાજેતરના સત્તાવાર આંકડા અનુસાર, 2014-15 અને 2019-20 વચ્ચેના સમયગાળામાં પેટ્રોલિયમ સેક્ટર થકી કેન્દ્ર અને રાજ્યોને થતી કુલ આવક રૂ. 3.33 લાખ કરોડથી 66 ટકાના વધારા સાથે રૂ. 5.55 લાખ કરોડ થઇ ગઇ છે.

વડપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ ટર્મ દરમિયાન ક્રૂડ ઓઇલના નીચા ભાવોને કારણે કેન્દ્ર સરકારે પોતાની આવક વધારવા માટે પેટ્રોલિયમ પરની એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. 2014-15માં કેન્દ્ર સરકારને ઓઇલ સેક્ટરમાંથી રૂ. 1.72 લાખ કરોડની મહેસૂલ ઉઘરાણી તથા આવક થઇ હતી, જે 2019-20માં 94 ટકા વધીને રૂ. 3.34 લાખ કરોડ નોંધાઇ હતી.

2014-15માં કેન્દ્રએ પેટ્રોલિયમ સેક્ટરમાંથી રૂ. 1.72 લાખ કરોડ મેળવ્યા હતા. તેમાંથી રૂ. 1.26 લાખ કરોડ મહેસૂલપેટે અને રૂ. 46 હજાર કરોડ ઓઇલ કંપનીઓ પાસેથી ડિવિડન્ડ, કોર્પોરેટ ટેક્સ તથા ઓઇલ અને ગેસના એક્સપ્લોરેશનમાંથી અન્ય નફા સ્વરૂપે મેળવ્યા હતા.

2019-20માં આ આંકડો 94 ટકાના વધારા સાથે રૂ. 3.34 લાખ કરોડ થયો હતો. તેમાંથી રૂ. 2.88 લાખ કરોડ કરવેરામાંથી અને ડિવિડન્ડ, કોર્પોરેટ ટેક્સ તથા અન્ય આવકમાંથી રૂ. 47,000 કરોડની આવક વસૂલી હતી.

આ કિસ્સામાં ઓઇલ સેક્ટરમાંથી કેન્દ્ર સરકારને કરવેરાની આવક થકી થયેલી વૃદ્ધિ તથા ડિવિડન્ડ, કોર્પોરેટ ટેક્સ તથા અન્ય સ્વરૂપમાં ઓઇલ કંપનીઓ થકી આવકમાં થયેલી વૃદ્ધિ વચ્ચેનો તફાવત નોંધપાત્ર છે.

છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્રને પેટ્રોલિયમ ક્ષેત્રમાંથી કર ઉઘરાણી થકી થયેલી આવક રૂ. 1.26 લાખ કરોડથી 129 ટકાના વધારા સાથે રૂ. 2.88 લાખ કરોડ થઇ છે, ત્યારે ઓઇલ કંપનીઓ પાસેથી ડિવિડન્ડ ને કોર્પોરેટ કરની વસૂલાત થકી થયેલી આવક 2014-15 (રૂ. 46,040 કરોડ) અને 2019-20 (રૂ. 46,775 કરોડ) લગભગ સ્થિર રહી હતી.

2014-15 અને 2019-20ના ગાળા દરમિયાન ડિવિડન્ડ, કોર્પોરેટ ટેક્સ અને ઓઇલ, ગેસના એક્સપ્લોરેશનમાંથી થયેલા નફામાંથી કેન્દ્રને થયેલી આવક સ્થિર હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષમાં તેમાં તીવ્ર વધારો નોંધાયો છે. 2019-20માં આ આવક નીચી થઇને રૂ. 47,775 કરોડ પર પહોંચી, તે પહેલાં કેન્દ્ર સરકારે 2016-17માં રૂ. 61,950 કરોડ, 2017-18માં રૂ. 59,994 કરોડ અને 2018-19માં રૂ. 68,194 કરોડની આવક પ્રાપ્ત કરી હતી.

પેટ્રોલ-ડીઝલમાંથી રાજ્યોને રૂ. બે લાખ કરોડ કરતાં વધારે આવક મેળવી

પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર વસૂલવામાં આવતો કરવેરો રાજ્યો માટે પણ આવકનો મોટા સ્રોતો પૈકીનો એક છે. 2014-15માં રાજ્યોએ વેટ અને ક્રૂડ તથા કુદરતી ગેસ પરની રોયલ્ટીના સ્વરૂપમાં પેટ્રોલિયમ સેક્ટર પાસેથી રૂ. 1.6 લાખ કરોડ કરતાં વધુ રકમ વસૂલી હતી. આ રકમ 2019-20માં વધીને રૂ. 2.21 લાખ કરોડ થઇ હતી.

નાણાંકીય વર્ષ 2019-20માં સેલ્સ ટેક્સ કે વેટ થકી રૂ. 2.02 લાખ કરોડની ઊંચી આવક થઇ હતી, ત્યાર પછીના ક્રમે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ પરની રોયલ્ટી (રૂ. 11,882 કરોડ) અને સ્ટેટ્સ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (એસજીએસટી) થકી રૂ. 7,345 કરોડની આવક થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.