ETV Bharat / bharat

મોદી-જિનપિંગ વચ્ચે વ્યાપારિક સંબંધને મજબૂત કરવા મુદ્દે ચર્ચા થઈ: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશના વડાઓ પ્રયત્નો કરી રહ્યાં છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, વેપાર અને ટુરિઝમ ક્ષેત્રમાં દેશનો વિકાસ આગળ ધપાવવા માટે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વની બેઠક થશે.

author img

By

Published : Oct 12, 2019, 4:45 PM IST

વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે બંને દેશ વચ્ચેના પ્રતિનિધિ મંડળ સ્તરીય ચર્ચા વિશે જાણકારી આપી હતી. વિદેશ સચિવ વિજય ગોખલે જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના કારોબોરી સંબંધ વિશે ચર્ચા કરવામાં આવી હતી. હાલ તો બંને દેશ વચ્ચે અનૌપચારિક સહમતિ થઈ છે. પરંતુ ટૂંક જ સમયમાં આ અંગે મહત્વના નિર્ણય લેવામાં આવશે. જેની માટે શી જિનપિંગે નરેન્દ્ર મોદીને ચીન આવવા માટે આંમત્રણ આપ્યું છે.

બંને દેશ પોતાના આર્થિક વૃદ્ધિદરમાં વધારો કરવા માટે આઈડિયા એક્સચેન્જને લઈ ચર્ચા કરશે. સાથે જ કારોબારી સંબધને મજબૂત કરવા માટે મહત્વના નિર્ણય લેશે. આમ, બંને દેશના વડાઓએ દેશને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા એકબીજાને વ્યાપારિક મદદ આપવાની સહમતિ દર્શાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.