ETV Bharat / bharat

બિહારના પ્રધાન કપિલ દેવસિંહ કામતનું કોરોનાના કારણે નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો - બિહારના સમાચાર

પટના એઇમ્સમાં કોરોનાની સારવાર લઈ રહેલા પ્રધાન કપિલ દેવસિંહ કામતનું ગઈકાલે રાત્રે અવસાન થયું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

કપિલ દેવસિંહ કામત
કપિલ દેવસિંહ કામત
author img

By

Published : Oct 16, 2020, 1:40 PM IST

પટણા: બિહાર સરકારના પ્રધાન કપિલ દેવ કામતનું પટણા એઇમ્સમાં કોરોનાને કારણે નિધન થયું હતું. કોરોનાનો ચેપ લાગ્યો ત્યારે તેમને પટના એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન નીતીશ કુમારે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

કપિલ દેવ કામત બિહાર સરકારમાં પંચાયતી રાજ પ્રધાન હતા. તે મધુબનીના બાબૂબરહીના ધારાસભ્ય હતા.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શોક વ્યકત કર્યો હતો અને કહ્યું કે, "બિહારના પંચાયતી રાજ પ્રધાન કપિલ દેવ કામતજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું છે. તેમણે ગરીબોની સેવાની સાથે ગ્રામીણ વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર કાર્યો કર્યા હતા. શોકના સમયે તેમના પરિવાર સાથે મારી સંવેદના. ઓમ શાંતિ!"

  • बिहार के पंचायती राज मंत्री कपिलदेव कामत जी के निधन से अत्यंत दुख पहुंचा है। उन्होंने गरीबों की सेवा के साथ-साथ ग्रामीण विकास के क्षेत्र में उल्लेखनीय प्रयास किए।शोक की इस घड़ी में उनके परिजनों और समर्थकों को मेरी संवेदनाएं।ओम शांति!

    — Narendra Modi (@narendramodi) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમને કિડનીની સમસ્યા પહેલાથી જ હતી. ત્યારબાદ કપિલદેવ કામતની હાલત વધુ ગંભીર થઇ ગઇ હતી. કોરોના ચેપ લાગ્યા બાદ તેમને પટના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.